ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
દેશભરમાં પેટ્રોલ-ડિઝલ ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો થયો છે
Gujarat Petrol-Diesel Price: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ-ડિઝલ ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નવી કિંમતો આજથી (શુક્રવાર) લાગુ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં શુક્રવારે એક લિટર પેટ્રોલની કિંમત 94.44 રૂપિયા છે, જ્યારે ગુરુવારે તેની કિંમત 96.40 રૂપિયા હતી. જ્યાં ડીઝલની કિંમત 90.11 રૂપિયા છે, ગુરુવારે તેની કિંમત 92.14 રૂપિયા પ્રતિ લિટર હતી.
પાંચ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
•ભાવનગર: પેટ્રોલ રૂ. 96.26 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 91.94 પ્રતિ લીટર
•ગાંધીનગર: પેટ્રોલ રૂ. 94.57 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 90.24 પ્રતિ લીટર
•જામનગર: પેટ્રોલ રૂ. 94.44 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 90.11 પ્રતિ લીટર
•મોરબી: પેટ્રોલ રૂ.95.00 પ્રતિ લીટર અને ડીઝલ રૂ.90.69 પ્રતિ લીટર
•સુરત: પેટ્રોલ રૂ. 94.44 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 90.13 પ્રતિ લીટર
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2022થી ફેરફાર થયો નથી
પેટ્રોલ-ડીઝલના ભાવમાં મે 2022થી કોઈ ફેરફાર થયો નથી. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી. જો કે, ત્યારબાદ કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપી હતી. સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી.
નોંધનીય છે કે, ગુરુવારે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'X' પર લખ્યું કે, 'પેટ્રોલ- ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારનું હિત સદા તેમની પ્રાથમિકતા છે. જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50-72 ટકાનો વધારો થયો હતો અને આપણી આસપાસના ઘણાં દેશોમાં તો પેટ્રોલ મળવાનું બંધ થઈ ગયું. 50 વર્ષમાં સૌથી મોટી તેલ કટોકટી હોવા છતાં, પીએમ મોદીના દૂરંદેશી અને સાહજિક નેતૃત્વને કારણે મોદીના પરિવારને કોઈ અસર થઈ નથી.'