Get The App

Rath Yatra 2024: શું તમને ખબર છે..!!! રથયાત્રાનું પહેલું આમંત્રણ હનુમાનજીને આપવાની છે પરંપરા

અમદાવાદમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુરી પછીની ખૂબ જાણીતી રથયાત્રા છે.

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Rathyatra-Ahmedabad.jpg


Ahmedabad Jagannath Rath Yatra: રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે સગા સંબંધીઓને પત્રિકા લખી આમંત્રણ આપવામાં આવતું હોય છે ત્યારે રથયાત્રાના શુભપ્રસંગે પણ કંકોત્રી લખવાની પંરપરા છે. આ પરંપરા મુજબ મંદિરના આગેવાનો રથયાત્રાના થોડા દિવસો પહેલા ભગવાનને કંકોત્રી લખીને રથયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપતા હોય છે અને સૌથી પહેલું આમંત્રણ હનુમાનજીને આપવામાં આવે છે. આ વિશે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા કહે છે કે, અમદાવાદમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુરી પછીની ખૂબ જાણીતી રથયાત્રા છે. 

હનુમાનજીએ ભગવાન શ્રી રામની અનન્ય સેવા કરી હતી. કુરુક્ષેત્રમાં પણ કૌરવો-પાંડવો વચ્ચે થયેલા મહાભારત યુદ્ધમાં અર્જુનના રથમાં ભગવાન કૃષ્ણ સારથી હતા અને રથના ઊપરના ભાગે હનુમાનજીએ બિરાજમાન થઈને સેવા આપી હતી. હનુમાનજી ચિંરજીવી છે અને તેમની અનન્ય સેવાના માનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પહેલી કંકોત્રી રામભક્ત હનુમાનજીને લખવામાં આવે છે. 

ભગવાન જગન્નાથજીના મંદિર પરિસરમાં આવેલા હનુમાનજીના મંદિરમાં કંકોત્રી લખીએ છીએ અને ત્યારપછી જ બીજા બધાને કંકોત્રી લખીએ છીએ. અમદાવાદમાં જ્યારે પહેલી રથયાત્રા નીકળી ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. વિશ્વની જાણીતી ઓડિસાની પુરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રામાં પણ આ રીતે રામભક્ત હનુમાનજીને પહેલું આમંત્રણ આપવામાં આવે છે.

રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે

સુભદ્રાજીના રથને ખલાસીઓ ભાઇઓ આગળ લઇ જવાનું કામ કરે છે. રથયાત્રામાં મોટી દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જગન્નાથજીના રથ પર હનુમાનજીનો ધ્વજ લગાવવામાં આવે છે. ભગવાન શ્રીરામની અથાગ સેવા કરનાર રામભક્ત હનુમાનજીના નામ સ્મરણ સાથે રથયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હનુમાનજીએ ભગવાન શ્રીરામની કરેલી અનન્ય ભક્તિને યાદ કરવા માટેની પરંપરા છે અને વર્ષો સુધી જળવાઇ પણ રહી છે.


Google NewsGoogle News