Holi 2024 : રંગોત્સવ હોળી-ધૂળેટીનું પર્વ હોય અને રંગ બરાબર ન હોય તો કેમ ચાલે!
આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચે કરવામાં આવશે
Holi 2024 : રંગોત્સવ હોળી-ધૂળેટીનું પર્વ હોય અને રંગ બરાબર ન હોય તો કેમ ચાલે! દેશભરમાં હોળીની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતના દરેક રાજ્યમાં હોળીની ઉજવણી પરંપરાગત રીતે થાય છે. ત્યારે ઉત્તર પ્રદેશથી દર વર્ષે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અનેક રંગ વેચવાવાળા આવતા હોય છે. અહીં મીઠાઈની દુકાનની જેમ અનેક રંગોની શ્રેણીનો રંગથાળ ગોઠવાયેલો જોવા મળે છે. જાનીવાલીપીનાલા જેવા મૂળ રંગોથી લઈ તેના મિશ્રણથી બનતા અનેક વિધ રંગોના થેલા આગળ તે કલરનું ટેસ્ટીંગ પેપર રોડ પર પથરાયેલા જોવા મળે છે.
• ક્યારે છે હોલિકા દહન?
આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચે કરવામાં આવશે. બીજા દિવસે 25મી માર્ચે ધુળેટીનો તહેવાર છે. પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિ 24 માર્ચની સવારથી શરૂ થશે અને 25 માર્ચ, 2023 ના રોજ બપોરે સમાપ્ત થશે.
• હોલિકા દહનનો શુભ સમય
પૂર્ણિમા તિથિનો પ્રારંભ - 24 માર્ચ, 2024 સવારે 09:54 વાગ્યે
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 25 માર્ચ, 2024 બપોરે 12:29 વાગ્યે
હોલિકા દહન મુહૂર્ત - 11:13 PM થી 12:12 AM, 25 માર્ચ
અવધિ - 00 કલાક 59 મિનિટ
હોળી- સોમવાર, 25 માર્ચ, 2024
ભદ્રા પૂંછ - 06:33 PM થી 07:53 PM
ભદ્ર મુખ - સાંજે 07:53 થી રાત્રે 10:06 સુધી
• હોલિકા દહન પૂજા સામગ્રી
અક્ષત, સૂંઠ, ગોળ, ફૂલ, માળા, રોલી, ગુલાલ, કાચો કપાસ, હળદર, એક લોટામા જળ, નાળિયેર, બાતાશા, ઘઉંની બુટ્ટી અને મૂંગની દાળ વગેરે.
• હોલિકા પૂજા મંત્ર
હોલિકા મંત્ર- ઓમ હોલિકાય નમઃ
ભક્ત પ્રહલાદ મંત્ર- ઓમ પ્રહલાદાય નમઃ
ભગવાન નરસિંહ માટેનો મંત્ર- ઓમ નૃસિંહાય નમઃ