Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યે દિન ભી ચલા જાયેગા

એક રાજા હતો. તેના પડોશી રાજાએ તેના રાજ્ય પર આક્રમણ કર્યું અને યુદ્ધમાં આ રાજાનો પરાજય થયો. પોતાનો જીવ બચાવવા બધાને છોડીને તેને જંગલમાં નાસી જવું પડયું. જંગલમાં તે છાતીફાટ રુદન કરવા લાગ્યો. તે વખતે તેના ગળામાં બાંધેલું માદળિયું તૂટી ગયું.

તે માદળિયામાં એક ચિઠ્ઠી હતી. રાજાએ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું - 'યે દિન ભી ચલા જાયેગા.' આ વાંચીને રાજાને હિંમત આવી.

તેણે સૈનિકો એકઠાં કરી લશ્કર તૈયાર કર્યું અને પડોશી રાજા પર આક્રમણ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.

થોડા દિવસો પછી રાજા ભોગવિલાસમાં પડી ગયો અને પ્રજા પ્રત્યે ઓછું ધ્યાન આપવા લાગ્યો. રાજાનો એક મંત્રી ખૂબ વિચક્ષણ હતો. તેણે વિચાર્યું કે રાજા પ્રજા તરફ ધ્યાન આપવાને બદલે ભોગવિલાસમાં જ અમૂલ્ય મનુષ્યદેહ વેડફી દે તે યોગ્ય નથી.

તેણે રાજાને પૂછ્યું કે આપ તો લડાઇમાં હારી ગયા હતા, તો એવું શું બન્યું કે આપે રાજ્ય પુન: પ્રાપ્ત કર્યું ? રાજાએ માદળિયાની વાત કરતાં જણાવ્યું કે તેમાં લખેલ 'યે દિન ભી ચલા જાયેગા' - આ વાક્યે મને હિંમત આપી ને મેં રાજ્ય પાછું મેળવ્યું. ચતુર મંત્રીએ જણાવ્યું કે હે રાજન ! અવિનય માફ કરજો, પરંતુ 'યે દિન ભી ચલા જાયેગા'.

અત્યારે આપ ભોગવિલાસમાં પડયા છો, પણ આ દિવસો ક્યારે ચાલ્યા જશે અને દુ:ખના દિવસો ક્યારે આવશે તેની કોઇને ખબર નથી. મંત્રીની વાત સાંભળીને રાજાને પોતાની ભૂલ સમજાઇ.

સુખ અને દુ:ખના સમયે આપણે યાદ રાખીએ કે 'યે દિન ભી ચલા જાયેગા' - તો સુખ અને દુ:ખમાં યથાશક્તિ સમભાવ રહેશે.

''સુખમાં ન છકી જવું, દુ:ખમાં ન હિંમત હારવી,
સુખ દુ:ખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.''
 

Post Comments