For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

T20I ક્રિકેટમાં બન્યો મહારેકોર્ડ, આ ખેલાડીએ એકપણ રન આપ્યા વગર 7 વિકેટ ઝડપીને રચ્યો ઈતિહાસ

Updated: Apr 26th, 2024

T20I ક્રિકેટમાં બન્યો મહારેકોર્ડ, આ ખેલાડીએ એકપણ રન આપ્યા વગર 7 વિકેટ ઝડપીને રચ્યો ઈતિહાસ

Best bowling figures in women's T20Is: ક્રિકેટમાં રોજ એક રેકોર્ડ તુટે છે અને નવો રેકોર્ડ બને છે. આમાથી કેટલાક રેકોર્ડ એવા બને છે કે તેને ભવિષ્યમાં તુટવાની સંભાવના ઓછી હોય છે. ત્યારે આવો જ એક રેકોર્ડ ક્રિકેટમાં બન્યો છે અને એ પણ મહિલા ક્રિકેટર દ્વારા બનાવવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયા (Indonesia) અને મંગોલિયા (Mongolia)ની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી 6 મેચોની T20 સીરિઝની પાંચમી મેચમાં ઈન્ડોનેશિયાની ખેલાડીએ એક પણ રન આપ્યા વગર જ 7 વિકેટ ઝડપી હતી.

આવા રેકોર્ડની કલ્પના પણ કરી નહીં હોય

છેલ્લા કેટલાક વર્ષોથી ફટાફટ ક્રિકેટ એટલે કે T20નું ચલણ વધ્યું છે અને ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં અવારનવાર અનેક રેકોર્ડ ધરાશાયી થાય છે તો કેટલાક રોકોર્ડ નવા બનતા હોય છે. ત્યારે ઈન્ડોનેશિયાની માત્ર 17 વર્ષની ખેલાડી રોહમાલિયા (Rohmalia)એ બોલિંગમાં એવો રેકોર્ડ બનાવ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

રોહમાલિયાએ મંગોલિયા સામે રચ્યો ઈતિહાસ

મંગોલિયા મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઈન્ડોનેશિયાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 6 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ રમાઈ હતી. આ સિરીઝની પાંચમી મેચમાં ઈન્ડોનેશિયાની ટીમ તરફથી રમતા ઓફ સ્પિનર ​​રોહમાલિયાએ 3.2 ઓવર નાખીને એક પણ રન આપ્યા વગર જ 7 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ઇન્ડોનેશિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા જ્યારે મંગોલિયન ટીમ 16.2 ઓવરમાં માત્ર 24 રન પર જ સિમિત રહી હતી.

ફ્રેડરિક ઓવરડિજકનો રેકોર્ડ તોડ્યો

આ સાથે જ રોહમાલિયાએ નેધરલેન્ડ (Netherlands)ની ખેલાડી ફ્રેડરિક ઓવરડિજક (Frederik Overdijk)નો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2021ના ICC T-20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયરમાં ફ્રાન્સ ટીમ સામેની મેચમાં 4 ઓવરમાં ફક્ત ત્રણ રન આપીને 7 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે રોહમાલિયા મહિલા T20 ઇન્ટરનેશનલમાં 7 વિકેટ ઝડપનાર ત્રીજી ખેલાડી બની છે. અગાઉ નેધરલેન્ડની ફ્રેડરિક ઓવરડિજક અને અર્જેન્ટિનાની ખેલાડી એલિસન સ્ટોક્સે આ સિદ્ધિ મેળવી હતી.

ડેબ્યૂ મેચમાં પણ બનાવ્યો રેકોર્ડ

આ ઉપરાંત મહિલા ક્રિકેટમાં કોઈપણ ખેલાડીનું તેની ડેબ્યૂ T20 ઈન્ટરનેશનલ મેચમાં આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે, જેમાં રોહમાલિયાએ નેપાળની ખેલાડી અંજલિ ચંદનો રેકોર્ડ તોડી નાખ્યો છે, અંજલિ ચંદ (Anjali Chand)એ વર્ષ 2019માં માલદીવ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં 2.1 ઓવર નાખીને એકપણ રન આપ્યા વગર જ  છ વિકેટ ઝડપી હતી.

Article Content Image

Gujarat