Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાવ નકામો માણસ

સાથીને ભગવાન કે ભજનમાં કોઈ રસ ન હતો. તેને તો ભૂખ લાગી હતી. તુકારામના ગળામાં તેને ભોજન નજરે પડયું હતું

સંત તુકારામને બધા એ જ નામે બોલાવતાં.

તુકારામ પણ ખરેખરા હતા. ખેતરમાં મજૂરી જાતે કરતા અને જે પૈસા આવે તેમાંથી ગરીબોનું દુ:ખ દૂર કરતા. પ્રાર્થના પોતે કરતા અને પ્રસાદ બીજાઓને વહેંચી મારતા.

ખેતરમાં તેમને પંખીઓ ઉડાડવાનું કહેવામાં આવતું, ત્યારે તેઓ ભજનો લલકારતા. એમનું સંગીત સાંભળી પક્ષીઓ સામેથી દોડી આવતાં અને દાણા ચણી જતાં.

એક દિવસ તો તેમણે પોતાનું ભાતું બ્રેં બ્રેં કરતી ગાયને ખવડાવી દીધું. બિચારી ગાય વિયાયેલી હતી અને ભૂખી હતી. સંતને દયા આવી અને બધા રોટલા ગાયને ખવડાવી દીધા.

ગામના લોકો અને કુટુંબીજનો આથી નારાજ થઈ ગયા. તેમણે તુકારામને કાંદાનો હાર પહેરાવ્યો અને તેમને ગામ બહાર તગેડી મૂક્યા.

માન અપમાનથી પર એવા તુકારામ તો ભજન લલકારતા જવા લાગ્યા પણ અરે ! આ પાછળ વળી કોણ આવે છે ? જોયું તો એક ગધેડો હતો.

તુકારામ જ્યાં જાય ત્યાં ગધુભાઈ પાછળ પાછળ જવા લાગ્યા. તુકારામ કહે : ' તને પણ મારી જેમ ગામ લોકોએ તગેડી મૂક્યો લાગે છે ? તું પણ જરૃર મારા જેવો ભગત જ હશે ! ચાલ સાથી આપણે સાથે મળીને ભજન કરીશું.

પણ સાથીને ભગવાન કે ભજનમાં કોઈ રસ ન હતો. તેને તો ભૂખ લાગી હતી. તુકારામના ગળામાં તેને ભોજન નજરે પડયું હતું. એ ગર્દભજી તો તુકારામના ગળામાંની ડુંગળીઓ ખાવા લાગ્યા.

ખાતાં ખાતાં પાછા તુકારામને ગામ ભણી ખેંચી જવા લાગ્યા, ત્યારે બધા કાંદા ગધુજી ખાઈ ગયા હતા.

ગામલોકોએ પૂછયું.' તુકારામ ! પાછા કેમ

આવ્યા ?

' બીજો કાંદાનો હાર હશે ?' સંતે પૂછયું.
લોકો નવાઈ પામ્યા. તેમણે પૂછયું :' બીજો કાંદાનો હાર ? એને શું કરશો ?'

'આ ગર્દભજી હજી ભૂખ્યો લાગે છે. બિચારો મને ખેંચીને અહીં સુધી લઈ આવ્યો છે. આપની પાસે બીજો કાંદાનો હાર હોય તો આપો.'

સંતની વાણી સાંભળી ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા ! અલ્યા અપમાનમાંય સંતોષ ! અને કાંદાના ફળમાંથી પણ જીવની સેવા ?

તેઓ સહુ સંતને પગે પડયા. સંતનું સન્માન કરી તેને પજવવાનું છોડી દીધું.

- હરીશ નાયક
 

Post Comments