Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રખડતા ઢોર- રસ્તા પરના દબાણ મુદ્દે કોંગ્રેસમાં અલગ અલગ ચોકા

- વિરોધ કરવામાં પણ કોગ્રેસના સુર અલગ: વિપક્ષી નેતાની રખડતા ઢોરન સમસ્યા દુર કરવાની વાત

- કોર્પોરેટરની પશુપાલક સમાજને નુકસાન ન થાય તે રીતે કામગીરી કરવાની વાત

(પ્રતિનિધિ  દ્વારા)સુરત તા. 13 ઓક્ટોબર 2017,શુક્રવાર

સુરત મ્યુનિ.ની ચૂંટણી પહેલાની છેલ્લી સામાન્ય સભામાં આક્રમક રીતે રજુઆત કરવા જતાં  કોંગ્રેસમાં વિરોધ કરવામાં પણ બે જુદા જુદા સૂર સાંભળવા મળ્યા હતા. જાહેર રસ્તા પર દબાણના મુદ્દે 2 સામાન્ય સભા પહેલા ગરીબોને રંજાડવાની વાત કરનારે દબાણ હટાવાવની માગણી કરી હતી.

વિપક્ષી નેતાએ આક્રમક રીતે રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટેની માગણી કરી હતી, તો બીજી તરફ કોંગ્રેસના એક કોર્પોરેટરે પશુપાલક સમાજને નુકસાન ન થાય તે રીતે કામગીરી કરવાની વાત કરી હતી. આમ સામાન્ય સભામાં કોંગ્રેસ જુદા જુદા સુરમાં વાત કરતાં ભાજપને ફાવતું મળી ગયું હતું.

વિપક્ષી નેતા પપન તોગડિયાએ કહ્યું હતું કે, ઝોનમાં અધિકારીઓના મેળાપીપણામાં દબાણ થાય છે આપણે સર્વિસ રોડ બનાવીએ છીએ તે કહેવા પુરતા છે. સર્વિસ રોડ પર સંખ્યાબંધ મોટા વાહનો પાર્કિગ થઈ રહ્યાં છે જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે.

રહેણાંક વિસ્તારમાં સોનાની ફેક્ટરીને સીલ થાય છે પરંતુ આવી સંખ્યાબંધ સોસાયટી છે જેમાં લોકોને હેરાન કરતા કારખાના બની ગયાં છે. આવી સ્થિતિ નિવારવા પહેલાં જુની પોલીસીનો અમલ કડકાઈથી થાય તે માટે રહેણાંક સોસાયટીમાં ચાલતા એકમો બંધ કરાવવા જરૂરી છે.

શહેરમાં રખડતા ઢોરની સમસ્સયા છે તેના માટે પોલીસી બનાવી છે પણ તેનો કડકાઈથી અમલ થતો નથી તેથી સમસ્યા વધી રહી છે તેથી  ઢોરની સમસ્યા દુર કરવા માટે કડકાઈ દાખવવી જરૂરી છે.

વિપક્ષી નેતાએ રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે આક્રમક રજુઆત કરી તો કોંગ્રેસના જ કોર્પોરેટર શૈલેષ રાયકાએ કહ્યું કે, રખડતા ઢોરની સમસ્યા છે તેને સાથે મળીને દુર કરીશું પરંતુ પશુપાલક સમાજને નુકસાન ન થાય તે રીતે કામગીરી કરવી જોઈએ.

ગત સામાન્ય સભામાં જાહેર રસ્તા પરથી દબાણ હટાવવાના મુદ્દે કોગ્રેસે ગરીબો પર અત્યાચારની વાત કરી હતી તો આ સભામાં દબાણ હટાવાવ માટેની વાત કરી હતી. આમ કોંગ્રેસના કોર્પોરેટર વિરોધમાં અલગ અલગ જોવા મળતાં ભાજપના કોર્પોરેટરો ગેલમાં આવી ગયા હતા.


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments