Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાવાઝોડા-વરસાદથી ૭ તાલુકાના ૯૩ ગામોની ૧૨૫ હેકટર જમીનમાં ઉભા પાકને નુક્સાન

- ગત સપ્તાહમાં મધરાતે ગાજવીજ સાથે વાવાઝોડાએ ૨૭૦થી વધુ ખેડૂતોના ઉભા પાકને વેરણછેરણ કરી દેતા વળતર મગાયું

(પ્રતિનિધિ દ્વારા)        સુરત, તા. 13 જૂન 2018, બુધવાર

સુરત જિલ્લામાં મેઘરાજાની ગાજવીજ અને વાવાઝોડા સાથે મેઘરાજાની થયેલી ધમાકેદાર એન્ટ્રીમાં જિલ્લાના સાત તાલુકાના ૯૩ ગામોની ૧૨૫ હેકટર જમીનમાં ઉભા પાકને કરોડો રૃપિયાના નુકસાન બદલ ખેડુતોએ વળતરની માંગણી કરી છે.

સુરત શહેર અને જિલ્લામાં ૨ જી જુનની મધરાતે એકાએક તોફાની વરસાદનું આગમન થયુ હતુ. આ તોફાની વરસાદમાં સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, બારડોલી, ચોયાર્સી, પલસાણા, માંડવી, માંગરોળ તાલુકામાં ઉભા પાકને ભારે નુકસાન થયુ હતુ.

આ નુકસાન માટે સુરત જિલ્લા ખેતીવાડી વિભાગના નાયબ બાગાયત નિયામક દ્વારા નુકસાનીનો સર્વે કરાયો હતો. સર્વેમાં આ સાત તાલુકાના ૯૩ ગામોમાં ૨૬૯ ખેડુતોએ ૧૨૫.૪૨ હેકટર જમીનમાં વાવેતર કરેલા પાકો શાકભાજી, કેળ ,પપૈયૈ, આંબાને નુકસાન થયુ હતુ. આ નુકસાન કરોડો રૃપિયામાં હોઇ આ માટે ખેડુતોએ કૃષિ મંત્રી પાસે વળતરની માંગણી કરતી રજુઆત કરી છે.

ખેડુતોએ કરેલી રજુઆત મુજબ બાગાયતી પાક લેવા માટે એક હેકટરમાં રૃા.૨ લાખથી ૨.૫૦ લાખનો ખર્ચો થાય છે. દેવામાં ડુબેલા ખેડુતો માટે કુદરતનો આ ફટકો સહન કરવો મુશ્કેલ છે. આથી સરકાર પરિપત્રમાં સુધારો કરીને નુકસાનીનું વળતર ચુકવે એવી માંગણી ઉચ્ચારી છે.

Post Comments