Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેરેના ફાઈનલમાં : કેર્બર સામે ટક્કર

સેરેના ૧૦મી વખત વિમ્બલ્ડનની ફાઈનલમાં : કેર્બરે ઓસ્ટાપેન્કો સામે જીતી

લંડન :  મેટરનિટી લીવને કારણે વર્લ્ડ રેન્કિંગમાં ૧૮૧માં ફેંકાયેલી ૩૬ વર્ષની સેરેના વિલિયમ્સે ફરી આગવી લય સાથેનું ફોર્મ બતાવતા ૬-૨, ૬-૪થી જર્મનીની જુલીયા ગોર્જેસને હરાવીને ૧૦મી વખત વિમ્બલ્ડનની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે શનિવારે રમાનારી ફાઈનલમાં તેનો મુકાબલો જર્મનીની જ એંજેલીક કેર્બર સામે થશે. જેણે અન્ય સેમિ ફાઈનલમાં લાતેવિયાની ઓસ્ટાપેન્કોને ૬-૩, ૬-૩થી હરાવી હતી. સેરેના માતા બન્યા બાદ પહેલી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશી છે. આ સાથે તેણે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.

મેટરનિટી લીવને કારણે ૧૮૧માં ક્રમે ફેંકાયેલા સેરેનાને વિમ્બલ્ડનમાં ૨૫મો સીડ આપવામાં આવ્યો ત્યારે વિરોધ થયો હતો. જોકે સેરેનાએ તેની રમત થકી શ્રેષ્ઠતા પુરવાર કરી દીધી છે. ૨૦૧૬ના વિમ્બલ્ડનની ફાઈનલમાં સેરેના અને કેર્બર જ સામસામે ટકરાયા હતા, જેમાં સેરેનાએ છઠ્ઠી વખત ગ્રાસ કોર્ટ પરનું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતુ. કેર્બર તે વર્ષે સેરેનાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. તેણે ત્યાર બાદ યુએસ ઓપન પણ જીતી હતી.

 

Post Comments