Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવક-યુવતી એકબીજાને પારખે પછી જ લગ્ન માટે મંજૂરી આપે

- લગ્ન એ કાંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી

માતાપિતાને ત્યારે ચિંતા થવા લાગે છે જ્યારે બાળકો લગ્નને લાયક થઈ જાય છે. દીકરાને માટે સુંદર, સુશીલ કન્યા અને દીકરીને માટે સમજદાર અને કામધંધાવાળા છોકરાની શોધ જોરશોરથી શરૃ થઈ જાય છે. જો તમે પણ તમારાં બાળકો માટે વર કે વધૂની શોધમાં લાગેલા હો તો નીચેની બાબતોનું ધ્યાન રાખો :
* લગ્ન અગાઉ જાણી લો કે તમારા બાળક માટે તમે જેની પસંદગી કરી છે તે કેટલી ભણેલીગણેલી છે કે ભણેલો ગણેલો છે.

* પુસ્તકિયા જ્ઞાાન સિવાય તેમનું વ્યવહારિક જ્ઞાાન કેટલું સમૃદ્ધ છે? કેટલાક સવાલોના જવાબ અને તેમની વાતચીતની રીતથી આ બાબતનું જ્ઞાાન કેળવી શકાય છે.

* તમારા દીકરા કે દીકરી માટે તમે જેને પસંદ કરો છો, તેનું ચારિત્ર્ય કેવું છે, તે જાણવાનો જરૃર પ્રયત્ન કરો.

* કુંડળી મળે કે ન મળે પણ લગ્ન પહેલાં બંનેનું બ્લડગૂ્રપ જરૃર જાણી લો. તપાસ દ્વારા જાણી લો કે ક્યાંક કોઈ એવી બીમારી ન હોય જે બીજાને પણ લાગુ પડે. જો એમ ન હોય તો કુંડળીના ૩૬ અંક મળે તો પણ લગ્ન માટે તૈયાર ન થાઓ.

* કુટુંબમાં કોઈને એવી બીમારી તો નથી ને કે જે વારસાગત હોય, એ જાણી લો.

આટલી બધી તપાસ કર્યા પછી પણ બંને પાત્રોને એકબીજાને મળી એકબીજાને સમજવાની અને જાણવાની તક આપો. બંને જ્યારે એકબીજાને  એકાંતમાં  મળશે ત્યારે સારી રીતે નક્કી કરી શકશે કે માનસિક રીતે તેઓ બંને એકબીજાની સાથે જીવન જીવવા માટે તૈયાર છે કે નહીં. તપાસ જરૃર કરો
લગ્ન એ કાંઈ ઢીંગલાઢીંગલીની રમત નથી કે જ્યારે મન થયું ત્યારે દિલ આપી દીધું અને મન થયું ત્યારે જુદા થઈ ગયા. આમાં ફક્ત બે વ્યક્તિ જ નથી મળતી, બે પરિવારોનું પણ મિલન થાય છે. એટલે જરૃરી એ છે કે લગ્ન માટે 'હા' કહેતાં અગાઉ એકબીજાના પરિવાર સાથે જોડાયેલી ઘણી એવી વાતો જાણી લો કે જે પાછળથી તેમને તકલીફ પહોંચાડી શકે છે.

એવી કોઈપણ વાત, જે પાછળથી ખબર પડે ત્યારે સંબંધમાં કડવાશ કે તિરાડ આવી શકે છે, મુક્ત રીતે આ વિષય પર વાત કરો. એનાથી એકબીજાને સમજવામાં સરળતા પડશે અને એકબીજા પરનો વિશ્વાસ પણ મજબૂત બનશે. પસંદ-નાપસંદ સહિત જીવનનાં એવાં પાસાંઓ પર પણ વાતચીત કરો, જે એકબીજાનાં સપનાં સાથે જોડાયેલાં હોય.

જેને તમે તમારો જીવનસાથી બનાવવા માંગો છો તે જીવનની બાબતમાં કેવી વિચારસરણી ધરાવે છે તે પણ જાણો. કેવા કેવા વિષયો પર વાતચીત કરી શકે છે તે વાતચીત દ્વારા જાણો જેથી તેની માનસિકતાનો પણ પરિચય મળે.

બંને એકબીજાના કુટુંબીજનોને પ્રેમથી અપનાવી શકશે? સંયુક્ત કુટુંબમાં છોકરી રહી શકશે ખરી? વગેરે પ્રશ્નો વિશે સાથે રહી વિચારો.

નિર્ણય સમજીવિચારીને લો
માતાપિતાનો નિર્ણય ભલે હોય પણ એ પછી એ નિર્ણય તમારો પણ છે જેથી ભવિષ્યમાં કોઈને દોષિત ઠરાવવાને બદલે તમે ખુશી અને સમજદારીથી જીવન જીવી શકો. હવે જ્યારે લગ્ન માટે 'હા' થઈ ચૂકી છે ત્યારે એ દરમિયાન  આવનારી મુશ્કેલીઓને કઈ રીતે દૂર કરીએ, આવો જાણીએ:

* લગ્ન માટે કરવાની બધી જ ખરીદી બંને પક્ષના લોકો સાથે મળીને કરો. એનાથી પોતપોતાની પસંદગી, માપ અને મેચિંગ ડ્રેસ વગેરે ખરીદવામાં મુશ્કેલી નહીં પડે અને પાછળથી કોઈ દુઃખી પણ નહીં થાય.

* ગજા બહારનો ખર્ચ ન કરો કે જેથી કરજ લેવું પડે. જો સામો પક્ષ દહેજ માગે તો તે ક્યારેય આપશો નહીં. દહેજ લેવું અને આપવું બંને ગુનો છે તેનું ધ્યાન રાખો. એનાથી દૂર રહો. ઊલટું વરપક્ષનાં લોકોએ  પણ લગ્નના ખર્ચમાં મદદ કરવી જોઈએ, કારણ કે અહીં તો તમારા દીકરાના પણ લગ્ન તો થઈ રહ્યાં છે ને!
* બધી તૈયારીઓ અગાઉથી જ પતાવો, જેથી ખરા સમયે કોઈ મુશ્કેલી ન આવે.

ચીજવસ્તુ અને નિમંત્રણ આપવા માટેના લોકોનું લિસ્ટ તૈયાર કરો. વધારે સારું એ રહેશે કે પોતપોતાના મિત્રો અને સગાંવહાલાંની સાથે સાથે કૌટુંબિક મિત્રો અને સગાંવહાલાંનાં નામનું લિસ્ટ દરેક વ્યક્તિ અગાઉથી અલગ અલગ તૈયારી કરી લે. આ રીતે કોઈનું નામ ભૂલી નહીં જવાય.

* કુટુંબના બધા સભ્યો વચ્ચે કામની વહેંચણી અગાઉથી કરી લો જેથી દરેક પોતાને સોંપેલા કામ પર ધ્યાન આપે. કોઈ કામ બાકી ન રહે.

* લગ્ન ઘરમાં કરો, પરંતુ તેનાથી વધુ સારું એ રહેશે કે કોઈ હોલ કે મકાન બુક કરાવવામાં આવે. જો આ ખર્ચ વધુ લાગે તો સાદાઈપૂર્વક મંદિરમાં પણ કરી શકાય છે.

* ધ્યાન રાખો, લગ્ન પછી કોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે કે કોર્ટ મેરેજ કરવાનું પણ હવે એટલું જ જરૃરી થઈ ગયું છે જેટલું કે મંત્રોચ્ચારણ સહિત ફેરા ફરવાનું.

* ધીરજથી દરેક વ્યવસ્થા કરો, કારણ કે ઉતાવળમાં કોઈપણ કામ ખરાબ તો થઈ શકે છે, પરંતુ સારું નહીં. ખુશી મનાવો પણ શિષ્ટાચાર અને સાદગી સાથે.
- જયના

Post Comments