Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તોરણીયા નજીક ગૌશાળા ટ્રસ્ટનાં પ્રમુખ વિરૃધ્ધ આખરે ગુનો દાખલ

-૫૫૦ પશુનાં મોત, ૮૦ થી વધુ પશુ અન્યોને આપી દીધા

-પશુદીઠ ત્રણ હજાર લેખે ૭૮૯ પશુના ૨૩.૬૭ લાખ રૃપિયા ચુકવ્યા છતાં દાખવેલી બેદરકારી

જૂનાગઢ, તા. ૧૬ મે 2018, બુધવાર

જૂનાગઢ મનપો એક વર્ષ દરમ્યાન તોરણીયા નજીક આવેલી ગૌશાળાને  ૭૮૯ પશુઓ નિભાવ માટે આપ્યા હતા. તે પેટે એક પશુના ત્રણ હજાર લેખે ૨૩.૬૭ લાખ રૃપિયા ચુકવ્યા છતા ગૌશાળાના સંચાલકે ૮૦થી વધુ પશુ અન્યને આપી દીધા હતા.

તેમજ ૫૫૦ પશુ વ્યવસ્થાના અભાવે મોતને ભેંટયા હતા. આ અંગેની મનપાની ફરિયાદ અરજીના આધારે તાલુકા પોલીસે તોરણીયા નજીક આવેલી ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ મનપા વિસ્તારમાં રખડતા ભટકતા ગાય-ગૌવંશને પકડી તેના નિભાવ માટે તોરણીયા નજીક આવેલી રામાપીર ગૌશાળા ટ્રસ્ટને આપ્યા હતા. મનપાએ ૧-૪-૨૦૧૭થી ૩૧-૩-૨૦૧૮ દરમ્યાન ૭૮૯ પશુઓ સારસંભાળ માટે આ ગૌશાળાને આપ્યા હતા અને તે અંગે ૧૪ મુદ્દાનો એગ્રીમેન્ટ કર્યો હતો. એક પશુદીઠ ત્રણ હજાર રૃપિયા લેખે ૭૮૯ પશુના ૨૩.૬૭ લાખ રૃપિયા મનપાએ ગૌશાળા ટ્રસ્ટને ચુકવ્યા હતા.

છતાં ગાય-ગૌવંશની જાતે સંભાળ ન રાખી અન્યને આપી દીધા હતા. તેમજ પાણી તથા ચારાની પુરતી વ્યવસ્થા નહીં રાખતા એક વર્ષ દરમ્યાન ૫૫૦ પશુના મોત થયા હતા. આ બાબત સામે આવતા મનપાએ ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખને નોટિસ આપી હતી. જેમાં તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો.

તેણે કરેલો ખુલાસો ગ્રાહ્ય રાખી શકાય તેમ ન હોવાથી કમિશનરની સુચનાથી મનપાના કર્મચારી રાયદેભાઈ સવાભાઈ ડાંગરે તાલુકા પોલીસમાં રામાપીર ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ ધીરૃભાઈ સાવલીયા સામે ફરિયાદ અરજી આપી હતી.

આ અરજીના આધારે તાલુકા પોલીસે ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ ધીરૃભાઈ સાવલીયા સામે મનપા સાથે થયેલા એગ્રીમેન્ટ મુજબ પશુઓની સંભાળ નહીં રાખી અન્યને સોંપી દઈ કરાર ભંગ કરી છેતરપિંડી કર્યાની તેમજ ૫૫૦ પશુઓ માટે પાણી ચારાની પુરતી વ્યવસ્થા ન કરી જેથી ૫૫૦ પશુના મૃત્યુ થતા પશુ પ્રત્યે ઘાતકી વર્તન રાખ્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments