For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશના 11 રાજ્યની 93 બેઠક પર સરેરાશ 61 ટકા મતદાન થયું, જુઓ વિવિધ રાજ્યના આંકડા

Updated: May 7th, 2024

દેશના 11 રાજ્યની 93 બેઠક પર સરેરાશ 61 ટકા મતદાન થયું, જુઓ વિવિધ રાજ્યના આંકડા

Lok Sabha Election-2024 Third Phase Voting Percent : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે(7 મે) 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું.  ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળ્યો.

ત્રીજા તબક્કામાં 11 રાજ્યોમાં સરેરાશ મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ 73 અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા વોટિંગ થયું છે.

બેઠકસરેરાશ મતદાનની ટકાવારી
આસામ75.30%
બિહાર56.55%
છત્તીસગઢ67.16%
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ65.23%
ગોવા74.43%
ગુજરાત56.86%
કર્ણાટક68.69%
મધ્યપ્રદેશ63.36%
મહારાષ્ટ્ર54.98%
ઉત્તર પ્રદેશ57.34%
પશ્ચિમ બંગાળ73.93%


ત્રણ તબક્કામાં 280 બેઠકો પર મતદાન

આજે ગુજરાતની 25 બેઠકો, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, બંગાળ તેમજ આસામની ચાર-ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. આમ, કુલ ત્રણ તબક્કામાં દેશની કુલ 280 બેઠકો પર મતદાન સંપન્ન થયું છે. હવે બાકીના ચાર તબક્કામાં 263 બેઠકો પર મતદાન થશે.

ત્રીજા તબક્કામાં આ દિગ્ગજ નેતાઓ મેદાનમાં

ત્રીજા તબક્કામાં મુખ્ય મતદાર વિસ્તારોમાં ગુજરાતની ગાંધીનગર બેઠક અને મહારાષ્ટ્રની બારામતી બેઠકનો સમાવેશ થાય છે. ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને બારામતીથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેમના પિતરાઈ ભાઈ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહી છે. ત્રીજા તબક્કાની અન્ય હોટ બેઠકોમાં મધ્યપ્રદેશની વિદિશા અને ગુનાનો સમાવેશ છે. ભાજપે વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભાનુ પ્રતાપ શર્મા ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ભાજપે ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે રાવ યાદવેન્દ્ર સિંહને મેદાનમાં છે. કર્ણાટકમાં ધારવાડમાં ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશી અને કોંગ્રેસના વિનોદ અસુતી, હાવેરીમાં ભાજપના બસવરાજ બોમ્માઈ વિરુદ્ધ કોંગ્રેસના આનંદ સ્વામી ગદ્દાદેવરામથ અને આસામમાં ધુબરી એનડીએના બદરુદ્દીન અજમલ વિરુદ્ધ ભારતના રકીબુલ હસન ચૂંટણી મેદાનમાં છે.

Gujarat