Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાંધલ જાડેજાનો પોલીસને મેસેજ 'હું ટુંક સમયમાં હાજર થઈશ'

-જેતપુરના ખંડણી કેસમાં કુતિયાણાના ધારાસભ્ય

-એલસીબી દ્વારા ચોથા આરોપીની પણ ધરપકડ

રાજકોટ, તા.૧૩ જુન 2018,બુધવાર

જેતપુરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસે પોરબંદરની ગેંગ દ્વારા ખંડણી માંગવાનાં પ્રકરણમાં કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજાને પુછપરછ માટે ગઈકાલે હાજર રહેવા એલસીબીએ સમન્સ ઈસ્યુ કર્યું હતું. આમ છતાં તે હાજર થયો ન હતો. હવે તેણે આજે પોલીસને એક ફેક્સ કરી ટૂંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થશે તેમ જણાવ્યું છે.


ઈન્ચાર્જ એસપી બલરામ મીણાએ જણાવ્યું કે, કાંધલ જાડેજાનો આજે પોલીસને ફેક્સ મળ્યો છે જેમાં તેણે ચાલુ ધારાસભ્ય હોવાનાં નાતે પ્રજાનાં કામો માટે ગાંધીનગર હોવાથી ગઈકાલે હાજર નહીં રહી શક્યાનું લખ્યું છે. એટલું જ નહીં પોતાની આ કેસમાં સંડોવણી નહીં હોવાનો પણ દાવો કર્યો છે. આમ છતાં જરૃરી સ્પષ્ટતા કરવા માટે ટુંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થશે એમ પણ જણાવ્યું છે.


જો કે કઈ તારીખે હાજર થશે તેનો ઉલ્લેખ કર્યો નથી. પોલીસે આ સંજોગોમાં તેને ફરીથી એક-બે દિવસમાં જ પુછપરછ માટે બોલાવવાનો નિર્ણય લીધો છે.


બીજી તરફ આ કેસમાં અગાઉ એલસીબીએ ત્રણ આરોપીઓ શૈલેષ બાવાજી, અશોક જોષી અને રાયદે ગોરાણીયાની ધરપકડ કરી હતી. ગઈકાલે ચોથા આરોપી પરબત ખીમાભાઈ ઓડેદરા (રહે. મોડદર, તા. કુતિયાણા)ની ધરપકડ કરી હતી.


ત્યારબાદ તેને આજે જેતપુરની કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી બાકીનાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા તજવીજ જારી રાખી છે.

Post Comments