For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO : ટ્રક ચાલકે અચાનક લીધો યુ-ટર્ન, કાર સવાર છ લોકોના ગયા જીવ, દુર્ઘટના કેમેરામાં થઈ કેદ

Updated: May 8th, 2024

VIDEO : ટ્રક ચાલકે અચાનક લીધો યુ-ટર્ન, કાર સવાર છ લોકોના ગયા જીવ, દુર્ઘટના કેમેરામાં થઈ કેદ
Image Social Media

Rajasthan Accident News: રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ વે પર રવિવારે થયેલા ભયાનક રોડ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં મિની ટ્રક ચાલકની લાપરવાહી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જેમાં મિની ટ્રક ચાલકે પાછળથી આવતા વાહનોને જોયા વગર  અચાનક યુ-ટર્ન લેતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત 

સવાઈ માધોપુર એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતનું કારણ એ હતું કે, મિની ટ્રકે ચાલકે પાછળ જોયા વગર અચાનક યુ-ટર્ન લીધો હતો, જેમા પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર મિની ટ્રક સાથે અથડાઈ હતી. રવિવારે થયેલા આ ભયાનક અકસ્માતમાં સિકર જિલ્લાના એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગસ્ત થયા હતા.

ટ્રક ચાલકની બેદરકારીથી અકસ્માત ભોગ બન્યો પરિવાર

સીસીટીવી ફૂટેજ જોયા પછી બૌનલી પોલીસે લાલસોટ પાસેથી ટ્રક કબજે કરી હતી, પરંતુ મિની ટ્રક ચાલક ભાગી ગયો હોવાથી હજુ પોલીસ શોધી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રવિવારે કારમાં મુસાફરી કરી રહેલા લોકો સિકરથી સવાઈ માધોપુરના રણથંભોરમાં આવેલ ત્રિનેત્ર ગણેશના દર્શન કરીને પરત આવી રહ્યા હતા, આ દરમિયાન એક્સપ્રેસ વે પર બનાસ પુલિયા નજીક મિની ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત ભોગ બન્યા હતા.

Gujarat