For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગૂગલે લૉન્ચ કર્યું Wallet એપ, ડિજિટલ ડોક્યુમેન્ટ્સ સ્ટોરેજની પણ સુવિધા, હવે Google Payનું શું થશે?

Updated: May 8th, 2024

ગૂગલે લૉન્ચ કર્યું Wallet એપ, ડિજિટલ ડોક્યુમેન્ટ્સ સ્ટોરેજની પણ સુવિધા, હવે Google Payનું શું થશે?

Google Wallet: ગૂગલે ભારતમાં Wallet એપ લૉન્ચ કર્યું છે. ગૂગલ ઈન્ડિયાએ આજે ​​આ ડિજિટલ વૉલેટ સેવા લૉન્ચ કરી છે. જો કે, આ વૉલેટ સર્વિસ ગૂગલ પેથી સંપૂર્ણપણે અલગ હશે, જેમાં યુઝર્સ તેમના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ગિફ્ટ કાર્ડ વગેરેને ડિજિટલી સ્ટોર કરી શકશે. ગૂગલે તેનું વૉલેટ ભારતમાં ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ કર્યું છે. 

ગૂગલ વૉલેટ ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકશે 

આ પ્રાઈવેટ ડિજિટલ વૉલેટમાં યુઝર્સ તેમના કાર્ડ, ટિકિટ, ડિજિટલ કી અને આઈડી સ્ટોર કરી શકશે. આથી એવું કહી શકાય કે ગૂગલનું આ વૉલેટ ડિજીલોકર જેવું હશે, જેમાં યુઝર્સ નાણાકીય ડોક્યુમેન્ટને ડિજિટલી સ્ટોર કરી શકશે.

ભારતમાં સત્તાવાર રીતે ગૂગલ વૉલેટ સેવા શરૂ 

તાજેતરમાં જ ભારતમાં ઘણા યુઝર્સે પ્લે સ્ટોર પર ગૂગલ વૉલેટ એપ જોઈ હતી. જોકે, બાદમાં ગૂગલ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી હતી કે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે ગૂગલે ભારતમાં સત્તાવાર રીતે તેની વૉલેટ સેવા શરૂ કરી છે.

વૉલેટ કેવી રીતે કામ કરશે?

યુઝર્સ પ્લે સ્ટોર પરથી ગૂગલ વૉલેટ ડાઉનલોડ કરી શકશે. જેમાં તેઓ તેમના ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, લોયલ્ટી કાર્ડ્સ અને ગિફ્ટ કાર્ડ્સને ડિજિટલી સ્ટોર કરી શકશે. ગૂગલની આ વૉલેટ સર્વિસ ભારતમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે તે ગૂગલ પેથી અલગ હશે. ગૂગલ વૉલેટ દ્વારા યુઝર્સ UPI પેમેન્ટ અને રિચાર્જ વગેરે કરી શકશે. ગૂગલ વૉલેટ લોન્ચ થયા પછી પણ, ગૂગલ પે ભારતમાં સ્ટેન્ડ અલોન એપ્લિકેશન તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.

દરેક કાર્ડ સ્ટોર કરી શકાશે 

ગૂગલ વૉલેટ એપ્લિકેશન દ્વારા, યુઝર કોઈપણ ફિઝિકલ કોન્ટેક્ટ વગર ઑનલાઇન પેમેન્ટ કરી શકશે. આ એક ડિજિટલ વૉલેટ છે જેમાં યુઝર્સ તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડને લિંક કરી શકે છે અને વર્ચ્યુઅલ કાર્ડ બનાવી શકે છે. આ સિવાય યુઝર્સ ગૂગલ વૉલેટ એપમાં ગિફ્ટ કાર્ડ્સ, જિમ મેમ્બરશિપ, ઓનલાઈન ટિકિટ, ફ્લાઈટ ટિકિટ, રેલવે ટિકિટ વગેરેને પણ ડિજિટલી સ્ટોર કરી શકે છે.

ગૂગલ ઈન્ડિયા અનુસાર, વૉલેટમાં, યુઝર બોર્ડિંગ પાસ, ગિફ્ટ કાર્ડ, લોયલ્ટી કાર્ડ્સ, ઈવેન્ટ્સ, ડિજિટલ કાર કી, વગેરેને ડિજિટલી સ્ટોર કરી શકશે. ગૂગલ વૉલેટ એન્ડ્રોઈડ યુઝર્સના જીમેલ એકાઉન્ટ સાથે ઓટોમેટિકલી લિંક થઈ જશે. 

Article Content Image

Gujarat