Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કર્ણાટકમાં સત્તા માટેનું નાટક ધારાસભ્યનો ભાવ ૧૦૦ કરોડ

વિધાનસભાના અધ્યક્ષના હાથમાં ચાવી

જે પ્રથમ સરકાર રચશે તેને લાભ હોર્સ ટ્રેડિંગ માટે તિજોરી ખુલ્લી

ત્રણ ગુજરાતીઓ કોંગ્રેસની આંખમાં પાણી લાવી રહ્યા છે. એક છે નરેન્દ્ર મોદી, બીજા છે અમિત શાહ અને ત્રીજા છે રાજ્યપાલ વજુભાઇ વાળા !! મોદી અને અમિત શાહની જોડી ભ્રષ્ટાચાર નાથવાની વાત કરતા આવ્યા છે તો બીજી તરફ કર્ણાટકના હોર્સ ટ્રેડીંગનો આંક ૧૦૦ કરોડ પર પહોંચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વજુભાઇ વાળા પણ વિધાનસભ્યોની ઓછી સંખ્યા; ગુજરાતના ખજુરાહો એપિસોડ વગેરેથી પરિચિત છે.

જેને પણ સરકાર રચવા બોલાવવામાં આવશે તે જીતી જશે. સીંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કર્ણાટકમાં ભાજપને આમંત્રણ અપાશે તો ભાજપ વિધાનસભાની એવી વ્યક્તિને અધ્યક્ષ બનાવશે કે જે બંધારણનો ઉલાળીયો કરી શકે અને બહુમતી સિધ્ધ થયેલી જાહેર કરી દે !! કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં મામલો લઇ જઇને મોટી ભૂલ કરી રહ્યું છે. કર્ણાટકે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. ૩૭ બેઠકોવાળા કુમાર સ્વામીને મુખ્યપ્રધાનપદું આપવાની વાતથી કોંગ્રેસની છાવણીમાં પણ હતાશા છે.

કર્ણાટકમાં રાજકીય કટ-નાટક ભજવાઇ રહ્યું છે. ભાજપ વધુ એક રાજ્યમાં સરકાર બનાવી રહ્યું છે. સીંગલ લાર્જેસ્ટ પાર્ટીને સાત-આઠ વિધાનસભ્યોનો ટેકો મેળવવો એ આસાન વાત છે.

જે લીંગાયત કાર્ડ રમીને રાહુલ ગાંધીએ માસ્ટર સ્ટ્રોક માર્યો હતો તે કોંગી લીંગાયત વિધાનસભ્યો જ ભાજપી યેદુઆરપ્પાની સરકારને ટેકો આપશે એવા અહેવાલ વહેતા થયા છે.

બેઠકોની દ્રષ્ટિએ ભાજપનો પનો ટૂંકો પડયો છે પરંતુ રાજકીય સોગઠાબાજીમાં કોંગ્રેસનો પનો ટૂંકો પડયો છે, એમ કહી શકાય.

કર્ણાટકમાં જેની પણ સરકાર રચાશે તેણે વિધાનસભ્યોને ખુશ કરવા રોકડ કે અન્ય લાભો આપવા તિજોરી ખુલ્લી મૂકી હશે તે નક્કી છે. કોંગ્રેસ જનતા દળ (એસ)ના જોડાણે તો ૩૭ બેઠકો ધરાવતા જનતા દળ (એસ)ના કુમાર સ્વામીને મુખ્યપ્રધાનપદું આપવા સુધીની બાંધછોડ  કરી છે.

કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કરીને ભાજપને ઊંઘતું જગાડયું હતું. જનતા દળ (એસ) સાથે જોડાણ કરવા માટે સોનિયા ગાંધીએ ગુલામનબી આઝાદને ફોન કર્યો એટલે દેવગૌડાનો સંપર્ક કરાયો અને પછી પિતા-પુત્રએ હા પાડી હતી. આવી વાતો જાહેર થાય એટલે ભાજપ હાથ જોડીને બેસી ના રહે તે પણ સ્વભાવિક છે.

જ્યાં - જ્યાં ત્રિશંકુ સ્થિતિ ઊભી થાય છે ત્યાં - ત્યાં રાજ્યપાલના કૉટમાં દડો આવી જાય છે. રાજ્યપાલ પ્રથમ કોને બોલાવે ? સીંગલ લાર્જેસ્ટ પાર્ટીને કે બહુમત ધરાવતા ગઠબંધનને એ પ્રશ્ન ભારતના બંધારણમાં વર્ષોથી ચર્ચાતો આવ્યો છે. છેલ્લે નિર્ણય રાજ્યપાલના હાથમાં હોય છે.

કર્ણાટકમાં રાજ્યપાલ સંઘ સ્વયંસેવક અને મોદીપ્રેમી એવા વજુભાઇ વાળા છે. આ ગુજરાતી રાજ્યપાલ ભાજપ તરફ ઢળેલા છે એવો આક્ષેપ વિપક્ષો કરી રહ્યા છે.

ભૂતકાળમાં રાજ્યપાલોએ બંધારણ નિષ્ણાતોની સલાહ લેવામાં અઠવાડીયું ખેંચી નાખ્યું છે. રાજ્યપાલ અને નવા અધ્યક્ષ બંને રાજકીય કાવાદાવા રમી શકે છે.

રાજ્યપાલોના ફાળે મોટાભાગે ઉદ્ઘાટનો અને શોભામાં અભિવૃધ્ધિના કાર્યક્રમો આવે છે. રાજ્યમાં તે બંધારણીય સત્તા હોવા છતાં તેમનો કોઇ ભાવ નથી પૂછતું. પરંતુ જ્યારે ત્રિશંકુ રાજકીય સ્થિતિ ઊભી થાય ત્યારે રાજ્યપાલની ભૂમિકા નિર્ણાયક સાબિત થાય છે.

ભારતના પ્રાદેશિક પક્ષો નસીબ લઇને જન્મ્યા છે. દેશના મુખ્ય રાજકીય પક્ષ બનવાની તમન્ના રાખવાની નહીં પણ પોતાનું સ્થાન મજબુત બનાવે જવાનું !! કર્ણાટકમાં જે રીતે જેડી (એસ)ને સત્તાની લોટરી લાગી છે અને જે રીતે ટોચના રાજકીય નેતાઓ દેવગૌડાને મળવા લાઇનમાં ઊભા રહે છે તે જોતાં એમ લાગે છે કે પ્રાદેશિક પક્ષોની તાકાત ઓછી ના આંકી શકાય !

ભૂતકાળ પર નજર કરો તો ત્રિશંકુ સરકારની સ્થિતિ જ્યારે ઊભી થઇ છે ત્યારે રાજ્યપાલને ખલનાયકની ભૂમિકામાં ચિતરવાનો તેમજ ફૂટી ગયાનો આક્ષેપ થાય છે. દરેક પક્ષના સમર્થકોના રીસોર્ટને ત્રિશંકુ રાજકીય સ્થિતિમાં દશગણો લાભ થાય છે.

ગુજરાતમાં ખજુરાહો કાંડ સૌને યાદ છે. જેમાં ગુજરાતની ભાજપ સરકાર સામે પડકાર ઊભો કરાયો હતો.

સોશ્યલ નેટવર્ક પર ચાલતી અફવા અનુસાર ભાજપે કોંગ્રેસના લીંગાયત વિધાનસભ્યોને ૧૦૦ કરોડની ઓફર કરી છે. કહે છે કે કોંગ્રેસ પાસેના ૮ લિંગાયત વિધાનસભ્યો યેદુઆરપ્પા માટેના મતદાન સમયે ગેરહાજર રહેવાના કરોડો માંગી રહ્યા છે. આ સોદો ઓ.કે. પણ થઇ ગયો છે.

સત્તાનો આ ડ્રામા વિધાનસભામાં બહુમતી સાબિત ના થાય ત્યાં સુધી ચાલશે. જોકે ત્યાં સુધીમાં ભારતના રાજકીય ચહેરાં-મહોરાં ખુલ્લા પડી જશે.

 

Keywords prasangpat,17,may,2018,

Post Comments