Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાશિવરાત્રી વસંત પંચમી તથા વેલેન્ટાઇન દિનની ઉજવણી

- શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારનાં સભ્યો દ્વારા

- માર્ચ માસની ૧૨ તારીખે વીલીંગના સ્વામી નારાયણ મંદિરમાં સભાનું આયોજન

બાર્ટલેટ (શિકાગો) તા. ૨૭

શિકાગો નજીક કેસપ્લેઇન્સ્ટ ટાઉનમાં સીનીયરોના હિતાર્થે યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો નામની સંસ્થા કાર્યવંત છે અને તે સંસ્થાની સામાન્ય સભા નાઇલ્સ ટાઉનમાં આવેલ કેથીહોલમાં ફેબુ્રઆરી માસની ૧૨મી તારીખને રવીવારે બપોરે બે વાગ્યાથી યોજવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ હાજરી આપી હતી.

સભાની શરૃઆતમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થનાર હોવાથી સંસ્થાની મહિલા વિભાગની બહેનોએ પ્રસંગ અનુસાર સુંદર ભજનો રજુ કર્યા હતા અને અન્ય ભાઈ બહેનોએ તેમાં પોતાનો સુર પુરાવ્યો હતો. ત્યાર બાદ સંસ્થાના સેક્રેટરી રમેશભાઈ ચોક્સીએ આ પ્રસંગે હાજર રહેલા સંસ્થાના તમામ સભ્યોને આવકાર આપી આ દિવસે જે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ તેની આછેરી રૃપરેખા આપી હતી.

મહાશિવરાત્રીના પર્વની ઉજવણી પ્રસંગે પ્રદ્યુમન પાઠકે તેનું મહત્ત્વ વિસ્તૃત રીતે સમજાવ્યું હતું અને દરેક વ્યક્તિઓએ શિવજીની ઉપાસનાં પોતાના જીવનમાં કરવી જોઇએ એવી રજુઆત કરી હતી. તેમણે શિવજીની મહિમાનું પણ વિસ્તૃતપૂર્વક સમજ આપી હતી.

આ સંસ્થાના અગ્રણી સભ્ય અરવિંદભાઈ પટેલ તથા તેમના પત્નિ શારદાબેન પટેલના વરદ હસ્તે શિવજીની મહાપૂજા કરાવવામાં આવી હતી અને તેમાં તમામ સભ્યોએ જરૃરી સહકાર આપ્યો હતો. આ પ્રસંગે વેલેન્ટાઈન દિન તથા વસંત પંચમી જેવા પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી અને સેક્રેટરી રમેશભાઈ ચોક્સીએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં તે અંગે વિસ્તૃત માહિતીઓ આપી હતી. વેલેન્ટાઈન દિનની ઉજવણી પ્રસંગે સભ્યોે અરસ પરસ એકબીજાને અભિનંદન આપી તેની શાનદાર રીતે ઉજવણી કરી હતી.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રમણભાઈ પટેલે પણ પ્રાસંગીક પ્રવનચમાં સ્વામીનારાયણ સંસ્થાના અગ્રણી સહજાનંદ સ્વામી અંગે વિસ્તૃત માહિતીઓ આપી હતી અને તેમના ઉપદેશો તથા બોધોને દરેક વ્યક્તિઓએ પોતાના જીવનમાં ઉતારવા અનરોધ કર્યો હતો.

તેમણે અમારી મુલાકાતમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ સીનીયર પરિવાર મોટી ઉંમરના લોકો માટે છેલ્લા નવ વર્ષથી ડેસપ્લેઇન્સ વિસ્તારમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને પ્રતિ માસે યોજવામાં આવતી માસિક સભામાં મોટી સંખ્યમાં સભ્યો હાજરી આપીને આનંદ માણે છે. અમારી સંસ્થા દ્વારા તમામ સભ્યોને ઇમીગ્રેશન, મેડીકેર, મેડીકેઇડ તથા સોસીયલ સીક્યોરીટી અંગે જરૃરી માહિતીઓ આપવામાં આવે છે અને સર્વેના આનંદ પ્રમોદ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે.

પ્રતિ માસે અમારા સંસ્થા દ્વારા તમામ પ્રકારના ભારતીય ધાર્મિક પ્રસંગો તથા રાષ્ટ્રિય પ્રસંગોની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. અમારી સંસ્થા દ્વારા નવરાત્રીની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે અને તે અંગે ભવ્ય ગરબાઓનું આયોજન કરવામાં આવે છે અને તેમાં નાની વયના કિશોરો તથા કિશોરીથી લઇને મોટી વયના તમામ ભાઈઓ તથા બહેનો ભાગ લઇને નવરાત્રીનો આનંદ પ્રાપ્ત કરે છે. આ વર્ષે પણ અમો નવરાત્રી મહાપર્વની શાનદાર રીતે ઉજવણી કરનાર છીએ અને તેમાં પણ હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ભાગ લેશે એવું રમણભાઈ પટેલે વધારામાં જણાવ્યું હતું.

સીનીયરોની આ સભામાં જે ભાઈ બહેનોને ફેબુ્રઆરી માસમાં જન્મ થયો હોય તેવા તમામ સભ્યોની બર્થ ડેની શાનદાર રીતે ઉજવમી કરવામાં આવી હતી અને નિરંજન નથવાણીના વરદ હસ્તે પુસ્તિકાઓ અર્પણ કરી સર્વે સભ્યોનું બહુમાન કરવામાં આવેલ છે.

આગામી સભા ૧૨મી માર્ચના રોજ રવીવારે વીલીંગ ટાઉનમાં આવેલ સ્વામી નારાયણ મંદિરના સભા હોલમાં સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા દરમ્યાન મળશે અને તે પ્રસંગે હોળી ઉત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે.

Post Comments