Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવતીને લગ્ન કરાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા ૩ શખ્સો

- ડીસા તાલુકાના કંસારી ગામની

- ત્રણ સામે સામુહિક બળાત્કાર તથા અન્ય પાંચ વિરુધ્ધ મદદગારીની ફરિયાદ નોંધાવાઈ

ડીસા, તા. ૧૪ નવેમ્બર મંગળવાર 2017

ડીસાના કંસારી ગામની ૨૪ વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી તેના પતિ સાથે મનમેળ ન હોઈ પિયર રીસણે બેઠી હતી. જોકે તેણીને સાસરી પક્ષના એક શખ્સ દ્વારા બીજે લગ્ન કરાવવાનું જણાવી છોકરો જોવાના બહાને પિયરથી લઈ ગયા બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાખી હતી. જ્યાં જુદા જુદા ત્રણ શખ્સોએ તેણીની સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ડીસા ઉત્તર પોલીસે કુલ આઠ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના કંસારી ગામની ૨૪ વર્ષીય યુવતીને અગાઉ રાજસ્થાન પરણાવેલી હતી. જોકે તેણીને પતિ સાથે છેલ્લા એક વર્ષથી મનમેળ ન હોવાથી તે રિસામણે આવી પિયરમાં રહેતી હતી. તે દરમિયાન તેના સાસરી પક્ષમાં સંબંધમાં બાપુ થતા મલારામ વાગડા, (રહે. પાયલા, તાલુકો સાંચોર, રાજસ્થાન) તેના ઘરે આવતા જતા હતા અને તેણીને સામાજિક રીતે છુટાછેડા લઈ બીજી જગ્યાએ લગ્ન કરાવવા વાતચીત કરતા હતા. જેથી યુવતી મલારામના સંપર્કમાં હતી. તે દરમિયાન મલારામે તેણીને ફોન કરી જણાવેલ કે રાજસ્થાનના પ્રતાપપુરાથી ડુંગરરામ મોરારામ ચૌધરીનો ફોન આવે તો વાત કરજે. જેથી ડુંગરરામનો ફોન આવતા તેઓએ ડીસા મળવા આવશે તેમ કહી વાતચીતો શરૃ કરી હતીગ્ ત્યારબાદ ૪ નવેમ્બરના રોજ મલારામે યુવતીને તેના ઘરે પાયલા ગામે મળવા બોલાવી પરંતુ યુવતીએ તમે લેવા આવો તો જ હું આવું એમ કહેતાં મલારામ અને નરસારામ જોરારામ ચૌધરી,( રહે. પ્રતાપપુરા, સાંચોર) બંને જણા ડીસા આવ્યા હતા અને દવાખાના આગળ ગાયત્રી મંદિર પાસે તેણીને મળ્યા હતા. બંને જણાએ તું અમારી સાથે પાયલા ચાલ, ત્યાં ચાર, પાંચ દિવસ રહેજે. ત્યાં જઈને છોકરો જોવાનો છે તેમ કહી કારમાં બેસાડી લઈ ગયા હતા. બંને જણાએ આગળ જઈ ડુંગરારામને પણ બોલાવી લીધા હતા.

જોકે ડુંગરારામે તેની સાથે લગ્ન કરવાની ના પાડતા તેણીએ ફરીથી પોતાની પાયલા મુકવા જણાવ્યું હતું. જેથી તેણીને પાયલા પહોંચાડવાની જગ્યાએ નરસારામ તેમજ દીપારામ જોરારામ ચૌધરી,( રહે. વિરોલ, તા. સાંચોર, હાલ રહે. ખરગોન, મધ્યપ્રદેશ )ઉપરાંત અન્ય બે શખ્સો લાલારામ અને મસરારામ તેણીને લઈ ગયા હતા. જ્યાં પહોંચ્યા બાદ દીપારામ અને મનોજને જમવા માટે મોકલી નરસારામે તેણીને રૃમમાં પુરી મરજી વિરુધ્ધ બળાત્કાર  ગુજાર્યો હતો.

ત્યારબાદ દીપારામ અને મનોજ પણ ત્યાં આવતા તેણીને રૃમમાં બંધ કરી જતા રહ્યા હતા. થોડીવાર બાદ તરત જ મનોજએ પાછો આવી તેણે પણ તેણીની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ દીપારામ અને મનોજ તેણીને ગાડીમાં બેસાડી મધ્યપ્રદેશના ખરગોન ખાતે રહેતા કમલેશ જોરારામ કોદળીના ઘરે લઈ જઈ રૃમમાં રાખી હતી. જ્યાં પણ દીપારામે તેણીની સાથે વારંવાર મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવતીને રાજસ્થાન છોડી મુકાઈ હતી.

આમ આ પીડિત યુવતીને લગ્ન લાલચે છેતરી ત્રણ યુવકોએ તેની સાથે સમયાંતરે રેપ કર્યો હતો. જેથી તેણીએ મંગળવારે રાત્રે ડીસા આવી પોલીસ સમક્ષ પોતાની સાથે થયેલ બનાવની જાણ કરતા પોલીસે બળાત્કાર ગુજારનાર અને મદદગારી કરનાર કુલ આઠ શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. બી. જે. ચાવડા ચલાવી રહ્યા છે.

Post Comments