For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગીર સોમનાથમાં ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના બે આંચકા, એકની તીવ્રતા 3.7 અને બીજાની 3.4 નોંધાઈ

Updated: May 8th, 2024

ગીર સોમનાથમાં ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના બે આંચકા, એકની તીવ્રતા 3.7 અને બીજાની 3.4 નોંધાઈ

Earthquake in Gir Somnath : આકરી ગરમી વચ્ચે ગીર સોમનાથમાં આજે ભૂંકપના બે આંચકા આવ્યા હતા. બપોરના સમયે 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3.14 વાગ્યે 3.7ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકો 3.18 વાગ્યે તીવ્રતા 3.4નો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં નોંધાયું હતું. આ અંગે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માહિતી આપી છે.

ગીર સોમનાથના તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈને આ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપના કારણે હજુ સુધી જાનમાલને નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

ભૂકંપ સમયે બચવાના મહત્વના ઉપાય

  • ભૂકંપ સમયે તમે જો ઘર, ઓફિસ કે કોઈ બિલ્ડિંગમાં હોવતો તુરંત જ ત્યાંથી બહાર નીકળો.
  • ભૂકંપ સમયે ઈમારતો પડવા લાગે છે માટે ત્યાંથી તરત જ નીકળવુ જોઈએ.
  • ભૂકંપ આવવા પર ખુલ્લા મેદાનમાં જતુ રહેવું. જ્યાં આસપાસમાં બિલ્ડિંગ ન હોય.
  • જો તમે ઘરની બહાર ન નીકળી શકો તો કોઈ ટેબલ કે બેડની નીચે છૂપાઈ જાવ.
  • અલમારી કે બુકશેલ્ફ જેવી વસ્તુઓથી દૂર રહો. તે પડવાનુ જોખમ રહે છે.
  • જો તમે વાહન ચલાવતા હોવ તો તેને રોકીને કોઈ સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો અને તેમાં જ રહો.
  • કોઈ બિલ્ડિંગની નીચે ઉતરતી વખતે લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરવો. આવા સમયે હંમેશા સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ.
  • કાંચની બારીઓ અને દરવાજાથી દૂર રહો.
  • ભારે વસ્તુઓ જેવી કે ફોટા તથા કાચ વગેરેને બેડ, સોફા, ડાઈનિંગ ટેબલ, બેંચ વગેરેથી દૂર લગાવો, ત્યાં ના લગાવો જ્યાં લોકો બેસતા હોય.
  • ખુલ્લા વિસ્તારમાં બિલ્ડિંગ, વૃક્ષો, ટેલીફોન, વિજળીની લાઈનો, ફ્લાઈઓવરો તથા પુલોથી દૂર રહો.
  • ઈમરજન્સી ટેલીફોન નંબરોને યાદ રાખો (જેવા કે ડૉક્ટર, હોસ્પિટલ તથા પોલિસ વગેરેના ટેલીફોન નંબર)
  • પરિવારન સભ્યોને ભૂકંપ વિશે માહિતી આપો.
Gujarat