Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નર્મદા રથમાં સરદાર પટેલની તસ્વીર ન રખાવાના મામલે રોષ વ્યક્ત કરાયો

- ઉત્તર ગુજરાતમાં નર્મદા રથનો ઠેર ઠેર વિરોધ

- બહુચરાજી તાલુકાના પ્રતાપગઢ, દેવગઢ-અજબપુરા અને માણસાના દેલવાડા ગામે નર્મદા રથનો પાટીદારોએ વિરોધ કર્યો

ચાણસ્મા, માણસા, તા. ૧૩ બુધવાર સપ્ટેમ્બર 2017
ઉત્તર ગુજરાતમાં નર્મદા રથનો ઠેરઠેર વિરોધનો સિલસિલો શરૃ થયો છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં દિયોદર, માણસા અને બહુચરાજી તાલુકાના પ્રતાપગઢ ગામમાં નર્મદા રથનો અટકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. દિયોદરમાં બુધવારે કોંગ્રેસ દ્વારા જોરશોરથી નર્મદા રથનો વિરોધ કરતા હોબાળો મચી ગયો હતો. આ મામલે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. બહુચરાજી તાલુકામાં નીકળેલી નર્મદા રથયાત્રાનો હવે ગામેગામ વિરોધ થઈ રહ્યો છે. પરિણામે વહીવટી તંત્રને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની નોબત આવી પડી છે. બુધવારે બહુચરાજી તાલુકાના પ્રતાપગઢ, દેવગઢ અને અજબપુરા ગામે પણ પાટીદારો દ્વારા નર્મદા રથનો વિરોધ કરવામાં આવતા ભાજપના નેતાઓ મોઢું નીચું કરી રવાના થઈ ગયા હતા.

મહેસાણા જિલ્લામાં પાટીદારો ઉપર પોલીસ દ્વારા ગુજારાયેલા જુલમ સામે આજદિન સુધી એક પણ પોલીસવાળા સામે કાર્યવાહી નહીં કરાતાં પાટીદાર ગામોમાં તેનો ઉગ્ર વિરોધ તો ક્યાંક મૌન વિરોધ કરવામાં આવતા ભાજપ સંગઠનમાં પણ હલચલ મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ આજ સવારે નર્મદા રથ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રતાપગઢ ગામે પહોંચ્યો હતો પરંતુ અહીં પહેલેથી જ હાજર પાટીદારો દ્વારા મોંઢે કાળી પટ્ટી ધારણ કરી તેમજ મહિલાઓએ જય સરદારના નારા લગાવતા રથ ગણતરીની મિનિટોમાં ગામથી હંકારી મુકાયો હતો. નર્મદા રથનો દેવગઢ અને અજબપુરા ગામે પણ પાટીદારો દ્વારા વિરોધ કરાયાનું જાણવા મળે છે.

જ્યારે મંગળવારે સવારે શંખલપુર ગામે ગણ્યા ગાંઠયા ગ્રામજનોની હાજરીમાં રથનું પૂજન કરી ગામમાં પ્રદક્ષિણા કરવાને બદલે હાઈસ્કૂલમાંથી બારોબાર અન્ય ગામે રથ રવાના કરી દેવાની ફરજ પડી હતી. આ અગાઉ મોઢેરા પાસેના ગાંભુ ગામે પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવનાર હોવાની જાણ થતાં પોલીસની ૧૦ ગાડીઓ અને ૨ મોબાઈલ વાન સાથે અઢીથી ૩ કલાક મોડો રથ પહોંચ્યો હતો. પરંતુ ગ્રામજનોનો વિરોધ થતાં ત્યાંથી પણ ૫-૧૦ મિનિટમાં કાર્યક્રમ આટોપી ભાગવાની ફરજ પડી હતી. આમ, નર્મદા રથયાત્રા ભાજપની સૌથી ફ્લોપયાત્રા સાબિત થઈ રહી છે. જેમાં ૩૦ થી ૪૦ માણસો તાલુકાના જ લોકો ભીડ બતાવવા જોડાય છે.
માણસા તાલુકામાં હાલ ફરી રહેલ નર્મદા રથ આજે સવારે ૯.૦૦ કલાકે તાલુકાના દેલવાડા ગામે પહોંચ્યો હતો.

જ્યાં ગામના યુવાનો દ્વારા આ યોજનાના દિર્ઘદ્રષ્ટા સરદાર પટેલનું સમગ્ર રથમાં તેમના ફોટા ક્યાંય નહીં મુકીને ભાજપ દ્વારા અપમાન કરાયું હોવાની વાત સાથે વિરોધ કરી અને રોકી દેવાયો હતો. તો બીજી તરફ ગામના યુવાનો   રથ પર ચડી પોસ્ટરમાં સરદાર પટેલના ફોટા લગાવી દેવાયા હતા અને બાદમાં માન નર્મદા રથ હોઈ કોઈ ભાજપનો ખેસ કે સિમ્બોલ પહેર્યા સિવાય તમામને રથ સાથે ગામમાં પ્રવેશ અપાયો હતો અને તેનું સ્વાગત કરાયું હતું.
 

Post Comments