Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી નીચ જાતિનો માણસ છે : મણિશંકર

- કોંગ્રેસના વરિષ્ઠ નેતાની જીભ ફરીથી લપસતાં વિવાદ

- રાહુલે ઐયરને મોદીની માફી માગવા ફરજ પાડી : બેહુદા ભાષણોથી લોકોમાં રોષ : કોંગ્રેસમાંથી હકાલપટ્ટી

'ધીસ લૉ પર્સન'નો મનમાં અનુવાદ કરીને મેં મોદીને નીંચ કહ્યા હતા, હું હિન્દીભાષી નહીં હોવાથી ભૂલ થઈ: ઐયર
મોદી કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ સતત ગંદી ભાષાનો ઉપયોગ કરે છે, પણ અમારી સંસ્કૃતિ અલગ છે : રાહુલની ટ્વિટ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફરી એકવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.  આ મુદ્દે મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને જવાબ આપતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી નીંચ વ્યક્તિ છે, જે સતત ગંદુ રાજકારણ ખેલી રહ્યા છે. આંબેડકરની છૂપી શક્તિઓને ઓળખનારા સૌથી પહેલી વ્યક્તિ જવાહરલાલ નહેરુ જ હતી. આ પ્રસંગે વડાપ્રધાને આવું ગંદુ રાજકારણ ખેલવાની શું જરૃર હતી?

આ નિવેદન પછી હોબાળો થઈ જતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઐયરને માફી માંગવા કહ્યંા હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી  કે, ભાજપ અને વડાપ્રધાન મોદી કોંગ્રેસ વિરુદ્ધ સતત ગંદી ભાષાનો ઉપયોગ કરે છે. જોકે, કોંગ્રેસની સંસ્કૃતિ અને ઇતિહાસ અલગ છે. મણિશંકર ઐયરે પણ વડાપ્રધાન મોદી વિશે જે શબ્દનો ઉપયોગ કર્યો છે તેની તરફેણ ના કરી શકાય. કોંગ્રેસને આશા છે કે, આ મુદ્દે ઐયર માફી માંગશે.

એ પછી ઐયરે ખુલાસો કરતા કહ્યું હતું કે, હા, મેં 'નીંચ' શબ્દનો ઉપયોગ કર્યો હતો કારણ કે, હું હિન્દીભાષી નથી. હું પહેલાં મનમાં અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદ કરું છું. એટલે મેં મનમાં 'ધીસ લૉ પર્સન'નો અનુવાદ કરીને 'નીંચ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો નીંચનો અર્થ બીજો પણ કંઈ હોય તો હું માફી માંગુ છું. અગાઉ પણ મારી સાથે આવું થઈ ચૂક્યું છે.

આમ છતાં, મારે કહેવું છે કે, વડાપ્રધાનની ભાષા પણ કોંગ્રેસના નેતાઓ માટે સારી નથી. આ દરમિયાન ઐયરે કુલ છ વાર માફી માગી હતી. આ ઉપરાંત કોંગ્રેસે ઐયરનું પ્રાથમિક સભ્યપદ પણ રદ્ કરી દીધું હતું. જોકે, એ પછીયે વડાપ્રધાન મોદીએ સુરતની એક સભામાં આ મુદ્દે કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા હતા.

અગાઉ પણ ઐયરે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
વડાપ્રધાન મોદીને સૌથી પહેલા 'ચાય વાલા' પણ ઐયરે જ કહ્યા હતા
ઐયરે અટલ બિહારી વાજપેયીને 'નાલાયક' કહ્યા બાદ માફી માગી હતી

નવી દિલ્હી, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર
લોકસભાની ચૂંટણી વખતે ૨૦૧૪માં પણ મણિશંકર ઐયરની જીભ લપસી હતી. એ વખતે ઐયરે મોદીની મજાક ઉડાવતા કહ્યું હતું કે, 'એક ચાય વાલા વડાપ્રધાન નહીં બન સક્તા'. આ નિવેદનને ભાજપે રાજકીય સ્વરૃપ આપી દીધું હતું. આ દરમિયાન ભાજપે 'ચાય પે ચર્ચા' નામનું અભિયાન છેડી દીધું હતું.
રાજકીય સમીક્ષકોએ દાવો કર્યો હતો કે, આ પ્રકારના નિવેદનથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો હતો કારણ કે, લોકસભાની ચૂંટણી વડાપ્રધાન મોદીએ પોતાના બળ પર લડી હતી. એવી જ રીતે, ઐયરે અટલ બિહારી વાજપેઇને પણ 'નાલાયક' કહીને વિવાદને આમંત્રણ આપ્યું હતું. આ શબ્દ માટે પણ ઐયરે માફી માંગવી પડી હતી. એટલું જ નહીં, ઐયર લશ્કર એ તોઇબાના વડા હાફિઝ સઇદને ઐયરે એકવાર 'હાફિઝ સાહેબ' કહેતા વિવાદ થયો હતો. હાલમાં જ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે મુગલ સામ્રાજ્યનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, બાદશાહ સિંહાસન પર બેસે ત્યારે ચૂંટણી થાય છે? આ મુદ્દે પણ વડાપ્રધાન મોદીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ઔરંગઝેબ રાજ કોંગ્રેસને મુબારક.

Post Comments