Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યમાં સૌથી વધુ ફી લેનારી ખાનગી મેડિકલ કોલેજની માન્યતા રદ્દ કરાઇ

- મેડિકલ કાઉન્સિલનું આકરું પગલું

- આ કોલેજનો વિદ્યાર્થી ઇનટેક શૂન્ય કરાતા આ વર્ષે તે એડમિશન આપી શકશે નહીં

- પ્રવેશ અપાયેલા વિદ્યાર્થી કદાચ અન્ય કોલેજોમાં ખસેડાય

મુંબઇ તા.૧૩જૂન 2018, બુધવાર

પાલઘરની વેદાંત ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝને તેની ફીનું માળખું નક્કી કરવા રાજ્ય સરકાર તરફથી છૂટો દોર મળ્યો તેના માત્ર બે જ મહિનામાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)એ આ કોલેજની માન્યતા રદ્દ કરી (ડીરેકકનાઇઝડ) છે.

એમસીઆઇએ આ કોલેજમાં પૂરતી સંખ્યામાં પ્રોફેસરો ન હોવા ઉપરાંત માળખાકીય સુવિધાઓની મોટા પાયે ઉણપ હોવાનું જણાવ્યું હતું.

વેદાંત મહારાષ્ટ્રની સૌ પ્રથમ ખાનગી મેડિકલ કોલેજ છે અને રાજ્યની તમામ ખાનગી મેડિકલ કોલેજોની સરખામણીએ સૌથી વધુ ફી લેવા બદલ ગયા વર્ષે આ કોલેજ સમાચારોમાં ચમકી હતી.
એમસીઆઇના ઇન્સ્પેકશન (જાત તપાસ) સામે કોલેજે બોમ્બે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે ઇન્સ્પેકશનના દિવસે વાવાઝોડાની ચેતવણીને કારણે થોડાક જ પ્રોફેસરો કોલેજમાં હાજર હતા. બીજી વખત ઇન્સ્પેકશન કરવામાં આવે તેવી વિનંતી તેણે કરી હતી.

જેને પગલે હાઇકોર્ટે બીજી વખત ઇન્સ્પેકશન કરવા એમસીઆઇને આદેશ આપ્યો હતો. આ સામે એમસીઆઇએ સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી. સર્વોચ્ચ અદાલતે બીજી વખતના ઇન્સ્પેકશનની કોલેજની માગ ફગાવી દીધી હતી.

પરિણામે, એમસીઆઇએ આ વર્ષ માટે વેદાંત મેડિકલ કોલેજના વિદ્યાર્થી ઇનટેક (વિદ્યાર્થીઓને એડમિશન આપવાની સંખ્યા મર્યાદા)ને શૂન્ય કર્યું છે. અર્થાત આ વર્ષે તે વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં અને એડમિશન અપાઇ ગયેલા વિદ્યાર્થીઓને રાજ્યની અન્ય કોલેજોમાં કદાચ ખસેડવામાં આવે.

ગયા વર્ષે, પ્રાયવેટ લિમિટેડ કંપની હેઠળની મહારાષ્ટ્રની પ્રથમ મેડિકલ કોલેજ તરીકે વેદાંતની  શરૃઆત કરવામાં આવી હતી. જ્યારે રાજ્યની અન્ય ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સ્થાપના ટ્રસ્ટ તરીકે કરવામાં આવેલી છે.

Post Comments