Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહકર્મીના બાળકનું અપહરણ કરીને ખંડણી માગવાના કેસમાં માતા, બે પુત્રીને પાંચ વર્ષની કેદ

- મીરા રોડનાં બારનીં સિંગર પાસે રૃ. ૨૬ લાખની ખંડણી મગાયેલી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

મીરા રોડમાં રહેતા ચાર વર્ષના બાળકનું અપહરણ કરવાના ૨૦૧૪ના કેસમાં થાણે કોર્ટે મહિતા અને તેની બે પુત્રીઓને પાંચ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. થાણે એડિશનલ સેશન્સ જજ એસ.સી. ખલિપેએ તાજેતરમાં આપેલા આદેશમાં જણાવ્યું હતું કે રીમાદેવી રાધે ગુપ્તા(૪૯) અને તેની બે પુત્રીઓ પિંકી (૩૦) અને કિરણ (૨૩)ને અપહરણ કરવાના ગુનાસર કસૂરવાર ઠેરવીને દરેકને રૃ. દસ હજારનો દંડ ફટકાર્યો હતો.

બોરીવલીના બારમાં પિંકી અને કિરણ વેઈટ્રેસ તરીકે કામ કરતી હતી, જ્યારે બાળકની માતા પણ ત્યાં સિંગર તરીકે કામ કરતી હતી. તે તેેના હીરાના વેપારી પતિથી જુદી રહેતી હતી.

એતિરિક્ત સરકારી વકિલ વંદના જાધવે કોર્ટને જણાવ્યું હતું કેે ૨૪ જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે પિંકી તેની પુત્રીને લઈને ફરિયાદીના ઘરે ગઈ હતી. પિંકીની પુત્રી અને ફરિયાદીના પુત્રને નજીકની દુકાનેથી ચોકલેટ લેવા મોકલવામાં આવ્યા હતા.થોડી વાર બાદ પિંકીની પુત્રી એકલી જ ફરિયાદીના ઘરે પાછી ફરી હતી. ત્યાર બાદ તરત જ ફરિયાદીને ટિંકુ નામના શખસનો ફોન આવ્યો હતો અને તેણે બાળકને મુક્ત કરવા માટે રૃ. ૨૬ લાખની માગણી કરી હતી.

સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે બાળકને રીમાદેવીના પશ્ચિમ બંગાળ ખાતેના વતનમા ંલઈ જવાયો હતો. બાળકની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે મીરા રોડ પોલીસે પગલાં લઈને પશ્ચિમ બંગાળના ગામમાંથી ૩૧ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ બાળકને ઉગાર્યું હતું. ત્યાર બાદ ત્રણે મહિલાની ધરપકડ કરીને તેમની સામે કેસ ચલાવાયો હતો.

Post Comments