Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૮માં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધારે ઉગ્ર બને તેની શક્યતા : અમેરિકા

- અમેરિકાની કાઉન્સિલ ઓફ ફોરેન રિલેશને ૨૦૧૮ના સંભવત: સંઘર્ષનું લિસ્ટ બનાવ્યું

- અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચેની શાબ્દિક બોલાચાલી જંગમાં ફેરવાય તેવી પૂરી શક્યતા

ભારત-પાકિસ્તાન બન્ને પાસે રહેલા પરમાણુ શસ્ત્રો ચિંતાનું કારણ
વોશિંગ્ટન, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે નાની-નાની વાતે તણખા ઝરવાનું ચાલુ જ હોય છે. પરંતુ ચાલુ વર્ષે એટલે કે ૨૦૧૮માં આ સંઘર્ષ વધારે ઉગ્ર બને એવી શક્યતા છે. આખી દુનિયાના સબંધો પર નજર રાખતી અમેરિકાની કાઉન્સિલ ઓફ ફોરેન રિલેશન (સીએફઆર) દ્વારા સંઘર્ષ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં આંતરરાષ્ટ્રીય સબંધોના આધારે ક્યા દેશો ૨૦૧૮માં પણ સખણા નહીં રહે અને વધારે માથાકૂટ કરશે, તેનું વિવરણ આપવામાં આવ્યું છે. એ પ્રમાણે ૨૦૧૮માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટેપાયે માથાકૂટ થવાની પૂરી શક્યતા છે. આમેય એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી પાકિસ્તાન સાથેના સબંધો વધુ તંગ બન્યા છે.

સીએફઆરના સેન્ટર ફોર પ્રિવેન્શન એક્શન નામના વિભાગે તૈયાર કરેલા આ રિપોર્ટ મુજબ સૌથી વધુ ખતરો તો અમેરિકાને જ છે. ભારત-પાકિસ્તાન તો સંઘર્ષ કરતાં કરશે, પરંતુ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ખાંડા ખખડવાની પૂરી શક્યતા છે. એ રીતે અમેરિકાના ઈરાન સાથેના સબંધો પણ ઘણા સમયથી બગડેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી તેમણે ઘણા દેશો સાથેના સબંધોમાં તડ અને ફડની નીતિ અપનાવી છે. અન્ય દેશોની પરવા કર્યાં વગર ટ્રમ્પ અમેરિકાને માફક આવે એવા નિર્ણયો લઈ રહ્યાં છે. માટે ઘણા દેશો સાથેના તેમના સબંધો બગડયા છે, વધુ બગડે તેવી શક્યતા છે.

અમેરિકાએ આ રિપોર્ટ કોઈ બીજા દેશોની શાંતિ માટે નહીં, પણ પોતાની સલામતી માટે તૈયાર કર્યો છે અને દર વર્ષે કરે છે. કેમ કે દુનિયાના કોણ પણ ખૂણે બે દેશો વચ્ચે ઝઘડો થાય તો તેની અસર અમેરિકા પર થયા વગર રહે નહીં. એટલે અમેરિકાએ ૩૦ જેટલા સંઘર્ષનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટને ૩ ભાગમાં વહેંચવામાં આવ્યુ છે. અમેરિકાને સૌથી વધુ અસરકરનારા સંઘર્ષ, મધ્યમ અસરકર્તા અને સૌથી ઓછી અસર કરનારા સંઘર્ષ. આ લિસ્ટમાં પહેલા ૧૫ ઝઘડામાં જ ભારત અને પાકિસ્તાનને સ્થાન મળી ગયું છે.

અન્ય દેશોના હુમલા ઉપરાંત અમેરિકાને રશિયા-નાટો સંગઠન તરફથી સાઈબર હુમલાનો પણ ડર લાગી રહ્યો છે. છેલ્લા વર્ષોમાં સાઈબર એટેક મોટું શસ્ત્ર બની ગયું છે. સીધું યુદ્ધ કર્યા વગર સાઈબર એટેક દ્વારા મોટું નુકસાન કરી શકાય છે. દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનનો પગપેસારો સતત વધી રહ્યો છે. અમેરિકા એ અટકાવવા માટે ચીન સાથે બાથ ભીડી રહ્યું છે. ઈઝરાયેલના પાટનગર તરીકે જેરુસલેમને માન્યતા આપીને અમેરિકાએ પેલેસ્ટાઈન સાથેની દુશ્મની વધારે તીવ્ર કરી દીધી છે.

૨૦૧૮ના રિસ્ક લિસ્ટમાં ૨૨ સંઘર્ષ એવા છે, જે ૨૦૧૭ના લિસ્ટમાં પણ હતા. કેમ કે કેટલાક દેશઓમાં તો ઘણા વર્ષોથી નાના-મોટાં યુદ્ધ ચાલી જ રહ્યા છે. સામે પક્ષે આ વર્ષે બીજા નવા સંભવત: સંઘર્ષ ઉમેરાયા છે. સૌથી મોટો ખતરો અમેરિકાને ઉત્તર કોરિયા અથવા ચીન અને અથવા ઈરાન સાથે સંઘર્ષ થશે તેમાંથી પેદા થવાનો છે. ભારત અને પાકિસ્તાનનો સંઘર્ષ આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. કેમ કે બન્ને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. ભારતના પરમાણુ શસ્ત્રો તો સલામત છે, પણ પાકિસ્તાનના શસ્ત્રો ગમે ત્યારે આતંકીના હાથમાં અથવા તો લશ્કરી સરમુખત્યારોના હાથમાં જઈ શકે એમ છે. માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈ ન થાય એ સૌના હિતમાં છે.

૨૦૧૮માં કયા કયા સંઘર્ષ થઈ શકે છે?

૧.

તાલિબાન-અમેરિકા

૨.

સિરિયા

૩.

દક્ષિણ ચીની સમુદ્ર

૪.

ઉત્તર કોરિયા

૫.

ઈરાકમાં આઈએસના આતંકી

૬.

લિબિયામાં સિવિલ વોર

૭.

પાકિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ

૮.

લેબનોન

૯.

ઈજિપ્તમાં ઈસ્લામિક સ્ટેટ

૧૦.

યુક્રેન

૧૧.

કુર્દીશ કોન્ફ્લિક્ટ

૧૨.

મેક્સિકોની ગુનાખોરી

૧૩.

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન

૧૪.

નાઈજિરિયામાં બોકો હરામ

૧૫.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો જંગ

૧૬.

યમન

૧૭.

યુરોપમાં રેફ્યુજીનો પ્રશ્ન

આ પછી તો બીજા નાના-નાના સંઘર્ષનું લિસ્ટ છે, પરંતુ વિશ્વ પર તેની ઓછી અસર થશે. આ ૧૭ સંઘર્ષ એવા છે, જે ચાલી રહ્યાં છે અથવા તો મોટે પાયે ફેલાય એવી શક્યતા છે. તેનાથી વિશ્વશાંતિને વિપરિત અસર થશે.

Post Comments