Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદી યુવાને વિકસાવેલા ૩D પ્રિન્ટિંગ મશીનને બેસ્ટ ઈનોવેશનનો એવોર્ડ મળ્યો

વિશ્વભરમાંથી ૨૮ કેટેગરીમાં અસંખ્ય નોમિનેશન્સ થયા હતા, અમદાવાદી યુવાને વિકસાવેલા ૩D  પ્રિન્ટિંગ મશીનને બેસ્ટ ઈનોવેશનનો એવોર્ડ મળ્યો. અમદાવાદના મોહલ લાલભાઈ અને તેના સાથીઓએ વિકસાવેલાં નવા ૩D પ્રિન્ટિંગ મશીનને અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES) દ્વારા બેસ્ટ ઈનોવેશનનો એવોર્ડ મળ્યો છે. ભારતમાં આ એવોર્ડ મેળવનારી દેશની આ પ્રથમ કંપની છે
નવા વિકસાવેલા ૩ડી પ્રિન્ટિંગની વિશેષતા શું છે ?
૩D પ્રિન્ટિંગ મશીન વર્ટિકલ લેયરમાં કામ કરે છે. કોઈ પ્રોડક્ટ બનતી હોય ત્યારે એક સ્તરે કામ કર્યા પછી તેના ઉપર નવું સ્તર લાગે છે. પણ ૩D પ્રિન્ટિંગની મર્યાદા એ છે કે એ લેયર્સ વચ્ચે બહુ મજબૂત જોડાણ થતું નથી. આ મર્યાદા બેંગ્લોર સ્થિત ઈથરીયલ કંપનીના યુવા એન્જિનિયરોએ પારખી લીધી અને એના સંશોધનના અંતે જન્મ થયો ધ ઈથરીયલ હાલો નામના ૩D પ્રિન્ટિંગ મશીનનો. આ મશીન માત્ર વર્ટિકલ લેયર્સમાં જ નહીં, પણ મલ્ટી લેયર્સમાં કામ કરી શકે છે. આ મશીનની બીજી એક ખાસિયત પણ છે. આ ૩D પ્રિન્ટિંગ મશીન સબસ્ટ્રેક્ટિવ મેન્યુફેક્ટિંગ પણ કરી શકે છે અને એડિટિવ મેન્યુફેક્ટિંગ પણ કરી શકે છે. સબસ્ટ્રેક્ટિવ મેન્યુફેક્ટિંગ એટલે એવી બનાવટ કે જેમાં મટિરિયલના મોટા ભાગમાંથી નાનકડો ટૂકડો કરીને એમાંથી પ્રોડક્ટ બનાવી શકાય છે. એડિટિવ એટલે એવી મેથડ કે જેમાં મટિરિટલ ભરીને નવી પ્રોડક્ટ બનાવી શકાય છે. તેમાં મોટા મટિરિયલના ટૂકડામાંથી શેપ બનાવવાને બદલે મટિરિયલ ભરીને પ્રોડક્ટનો શેપ તૈયાર થાય છે. આ મશીન પહેલી વખત બંને રીતે કામ કરી શકે છે.
આ મશીન ભારતમાં ઈન્ડસ્ટ્રીયલ ક્રાંતિ કરશે
શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી મટિરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. હાલ મેં અમદાવાદમાં મારા સાથીઓએ પહેલી વખત આવું વિશિષ્ઠ પ્રકારનું ૩D પ્રિન્ટિંગ મશીન વિકસાવ્યું છે. આ ૩D પ્રિન્ટિંગ મશીનના સંશોધનો ભારતમાં ઓછા થાય છે. એ મશીનોની મર્યાદા હોવાથી ઈન્ડસ્ટ્રીયલ પર્પઝથી તે કામ આવતા નથી. પરંતુ આ ૩D પ્રિન્ટિંગ મશીનને એવી રીતે બનાવાયું છે કે જે લાંબાંગાળે ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં આવશે. આ મશીન દેશમાં ઈન્ડસ્ટ્રીયલ ક્રાંતિ માટે નિમિત્ત બનશે.- મોહલ લાલભાઈ
બેસ્ટ ઈનોવેશનનો એવોર્ડ મેળવનારું દેશનું પ્રથમ ૩ડી મશીન

મોહલ લાલભાઈ અને તેમના સાથીઓની બેંગ્લોર સ્થિત ઈથરિયલ કંપનીએ તૈયાર કરેલાં ધ ઈથરિયલ હાલો નામના ૩D પ્રિન્ટિંગ મશીનની પ્રતિષ્ઠિત કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (સીઈએસ)ના બેસ્ટ ઈનોવેશન એવોર્ડ માટે પસંદગી થઈ હતી. વિશ્વભરની નવી મશીનરીને ૨૮ કેટેગરીમાં એવોર્ડ આવતી આ સંસ્થાનો બેસ્ટ ઈનોવેશન-૨૦૧૮નો એવોર્ડ ઈથરિયલ કંપનીના હાલો ૩D પ્રિન્ટિંગ મશીનને મળ્યો છે. કંપનીના સહસ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર નવીન જૈને કહ્યું હતું કે સીઈએસનો આવો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી ઈથરીયલ દેશની પ્રથમ કંપની છે. એટલે અમારા માટે આ એવોર્ડ બહુ સ્પેશિયલ છે.
૩ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી શું છે?
૩ડી પ્રિન્ટિંગ ટેકનોલોજીની શોધ ૧૯૮૧માં થઈ હતી અને તબક્કાવાર એમાં પરિવર્તન આવતું ગયું. પ્રિન્ટર એટલે સામાન્ય રીતે કાગળ ઉપર છાપકામ કરવું એવી આપણી સામાન્ય સમજ છે, પરંતુ ટેકનોલોજીના પ્રતાપે ૩ડી પ્રિન્ટર કાગળો છાપવાને બદલે ચીજવસ્તુઓ બનાવવાનું કામ કરે છે અને એટલે જ એને ૩ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી કહેવામાં આવે છે. રહેવા માટે મકાનથી લઈને ખાવા માટે પિઝા બનાવવા સુધી આ ટેકનોલોજી મદદે આવી શકે છે! ચીનમાં ઘણી કંપનીઓ ૩ડી મશીનની મદદથી ઘર બનાવે છે તો પિઝા બનાવીને ખાઈ શકાય એવા ય પ્રયોગો થયા છે. ઈન શોર્ટ દરેક પ્રકારના મટિરિયલથી દરેક આકારની ચીજવસ્તુઓનું નિર્માણ કરી શકે એને ૩ડી પ્રેન્ટિંગ મશીન કહેવાય.

Post Comments