Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સફાઇ કામદારોના શોષણ સામે વાલ્મીકી એકતા મંચે બાંયો ચઢાવી

ગાંધીનગર, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

સમગ્ર રાજ્યમાં સફાઇની કામગીરી સાથે સંકળાયેલા વાલ્મિકી સફાઇ કામદારો પ્રત્યે ભેદભાવ ભરી નીતિ અપનાવવામાં આવી રહી છે. તેની સામે રોષ ઉભો થયો છે ત્યારે ભરતી સહિત અનામત અને અન્ય પડતર પ્રશ્નો અંગે અવાર નવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતાં રોષે ભરાયેલાં સંગઠનના સભ્યોએ ધરણાં કરીને સરકારની નીતિઓ સામે વિરોધ પ્રગટ કર્યો હતો. જેમાં વાલ્મીકી એકતા મંચના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે છુટા કરાયેલાં ૩૦૦ જેટલા સફાઇ કામદારોને પુનઃ સ્થાપિત કરવામાં આવે તેમજ કાયમી સફાઇ કરતાં કર્મચારીઓને ૫૪ વર્ષના અનફીટનો લાભ આપી વારસદારોને નોકરી આપવામાં આવે તથા મહાનગરપાલિકામાં કામ કરતાં ડ્રાઇવરો, મુકાદમો, હેલ્પરો તેમજ ડોર - ટુ - ડોર ખાતામાં કામ કરતાં કામદારોને કર્મચારી તરીકે ગણવામાં આવે અને કાયમી થયેલાં કામદારોને મકાન ફાળવવાની તેમજ પી.એફ. અને પેન્શન સહિત ગ્રેજ્યુટીનો લાભ સહિત અન્ય પડતર પ્રશ્નો અંગે અવાર નવાર વાલ્મીકી એકતા મંચ દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી.

છતાં પણ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતાં ના છુટકે રોષે ભરાયેલાં એકતા મંચના સભ્યોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરીને વિરોધ પ્રગટ કર્યો હતો અને કલેક્ટર તથા કમિશ્નર સહિત ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપી આ તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી.
 

Post Comments