Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'અનામત' આપશે તે પક્ષને જ દેવીપુજક સમાજનું સમર્થન મળશે

- એસટી અનામતમાં સમાવવા માટેની માંગ સાથે અવારનવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

ગાંધીનગર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

દેવીપુજક સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો અને અનામતમાં સમાવેશ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે પરંતુ જે અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇ જ નિર્ણય લેવામાં નહીં રોષે ભરાયેલાં સમાજના લોકોએ જે પક્ષ અનામત આપશે તેમને સમર્થન આપવાનું વિરાટ દેવીપુજક સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં વસવાટ કરતાં દેવીપુજક સમાજને અગાઉ સરકાર દ્વારા વિવિધ લાભો આપવામાં આવતાં હતાં. પરંતુ ભાજપની સરકાર આવ્યા બાદ આ લાભો પણ બંધ કરી દેવામાં આવ્યા હતાં. છતાં પણ સરકાર દ્વારા પોતાના મળવાપાત્ર લાભોની માંગ સાથે સરકારને સમર્થન પણ સમાજ દ્વારા આપવામાં આવતું હતું પરંતુ અવગણના કરવામાં આવતી હતી.

આમ છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગણીઓ સાથે વિરાટ દેવીપુજક સંઘ દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી છતાં તે અંગે કોઇ જ નિર્ણય લેવામાં નહીં સમાજના લોકોમાં પણ રોષ ઉભો થયો છે. અનામત સહિત વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે અગાઉ દરેક જિલ્લામાં રેલી અને ધરણાં પણ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત સમગ્ર ગુજરાતમાં મહાકાળી રથે પરિભ્રમણ કર્યું હતું અને સમાજને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા હતા.

જેમાં મોટી સંખ્યામાં દેવીપુજક પરિવારો જોડાયાં હતા છતાં પણ રાજ્ય સરકારે સમાજને મળવાપાત્ર લાભો અંગે કોઇ જ વિચારણા કરી ન હતી.  જે અંગે સંઘના સભ્ય રૃપસંગજી ભરભીડીયાએ ગાંધીનગર ખાતે બેઠક બોલાવી હતી અને તેમાં વિવિધ જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં અને આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જે પક્ષ અનામત આપશે તેને સમર્થન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. છતાં પણ કોઇપક્ષ અનામત આપવા માટેની બાંહેધરી નહીં આપે તો સમાજના હોદ્દેદારો વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે.

Post Comments