Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દંગલની સિક્વલ બનાવવાની યોજના ઘડાય છે

-ફાતિમા સના શેખ અને અપરાશક્તિ ખુરાના સાથે દેખાશે ?

-ઓરિજિનલમાં બંનેએ કઝિન્સના રોલ કર્યા હતા

મુંબઇ તા.૧૨

 બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલની સિક્વલ બનાવવાની યોજના ઘડાઇ રહી હોવાની માહિતી મળી હતી.

છેલ્લાં બેે ત્રણ સપ્તાહથી દંગલની ગીતા ફોગાટ (અભિનેત્રી ફાતિમા સના શેખ ) અને એનો કઝિન બ્રધર (અપરાશક્તિ ખુરાના) કેટલાંક સ્થળોેએ સાથે દેખાયાં હતાં. આ અંગે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ આ બંને દંગલની સિક્વલમાં પણ પોતાને સારો રોલ મળે એવા પ્રયાસો કરતાં સાથે ફરી રહ્યાં હતાં.

આ માહિતી આપનારાં સૂત્રોએ કહ્યું કે દંગલની વાર્તા સહેલાઇથી આગળ વધારી શકાય એવી શક્યતા છે. મોટા ભાગનાં પાત્રો હયાત છે અને તેમની પ્રગતિને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની સિક્વલ સહેલાઇથી બનાવી શકાય એમ છે.

યોગાનુયોગે આવીજ વાતો મહેન્દ્ર સિંઘ ધોનીની બાયો-ફિલ્મની સિક્વલ વિશે થઇ રહી છે. ધોની હજુ ય ભારતીય ક્રિકેટમાં સક્રિય છે અને સારો દેખાવ કરી રહ્યો છે એટલે એની બાયો-ફિલ્મને આગળ વધારવાની વાતો પણ થઇ રહી છે.

આ સૂત્રે કહ્યું કે ધોનીની જેમ ગીતા ફોગાટ પણ હજુ સક્રિય છે અને મહિલા કુસ્તીની સ્પર્ધાઓમાં ભાગ લઇ રહી છે એટલે દંગલની સિક્વલ બનાવવાની યોજના ઘડાય એમાં કશું ખોટું નથી.

Post Comments