Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેવો ભાવ કરો તેવા કર્મબીજ વવાઈ જાય છે તે ગમે ત્યારે ઉગે જ છે - રસિક ધામી

નાગા અર્જુન નામની એક વ્યકિત પોતાના ગુરૃ પાસે બ્રહ્મજ્ઞાન શીખવા આવી, તેને ગુરૃજીએ કહ્યું  :  સામે ગુફા છે તેમાં બેસીને માત્ર આટલું જ કર 'હું ભેસ છું ફકત ત્રણ જ દિવસ અને નાગાઅર્જુન ગુફામાં ભાવથી ગુરૃની આજ્ઞાા સિરોમાન્ય માનીને રટણ કરવા લાગ્યો. ત્રણ દિવસ પછી ગુરૃએ કહ્યું  :  બેટા નાગાઅર્જુન બહાર આવ, 'ભેસ જેવો અવાજમાં બોલ્યો મારા શીંગડા અને મારુ શરીર આ ગુફામાંથી બહાર નીકળી શકે તેમ નથી !! ધીમે ધીમે ગુરૃજીએ ભેસમાંથી ફરી નાગાઅર્જુન બનાવ્યો અને બ્રહ્મજ્ઞાાનની શિક્ષા આજ પ્રમાણે આપીને બ્રહ્મજ્ઞાાની બનાવી દીધો.

અત્યારે આપણી પાસે જે કંઈપણ છે તેના ભાવ આ જન્મ અથવા પૂર્વ જન્મમાં પણ કર્યા હોય તેવુ જ મળે છે. કોઈપણ રમત હોય કે ધંધો જો ભાવ જ નેગેટીવ હોય તો નિષ્ફળતાજ મળે છે. સમગ્ર વિશ્વના અબજોપતિ કે મહાનવ્યકિત કંઈ ગર્ભશ્રીમંત નહોતા. તેમણે જે ભાવ કરીને કર્મબીજ વાવ્યા હતા તેનું જ પરિણામ ભોગવતા હોય છે. બળાત્કાર થવાનું કારણ પણ ભાવથી કર્મ બીજનું જ પરિણામ હોય છે. મારી જ એક મિત્ર જેની પાસે સામદામ બધુ હતું. એક વખત મને દુકાનેથી બોલાવી કહે બાપુ જોવો  :  પેલી બે વ્યકિત કેવા મોજથી કોઈકના ઓટલે જમે છે. માત્રચાર પાંચ વર્ષમાં ભાઈ બીજની ઓટલે કોરી રોટલી ખાતા થઈ ગયા એટલે જીવનમાં કોઈ દિવસ એવો ભાવ ન કરવો  કે તેના કર્મ બીજ વવાઈ જાય.

Post Comments