Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુંદરકાંડ : બ્રહ્મચર્યથી પ્રગટેલા હનુમાનજીના શક્તિવંત - પરાક્રમી સૌંદર્યની ગાથા

0રામાયણનો સુંગરકાંડ એટલે બાહ્ય અને આંતરિક શક્તિવંત- પરાક્રમી સૌંદર્યથી શોભતું જીવન કેવું હોય તેનો આદર્શ પૂરું પાડતું તેજસ્વી પ્રકરણ (કાંડ).

આજે તો આપણા ગામમાં કે શહેરમાં ઠેરઠેર ' બ્યુટીપાર્લર' ખૂલ્યાં છે. પાણીની માફક પૈસા વેરી ખતરનાક રાસાયણિક દ્રવ્યો વાપરી ચહેરાને કૃત્રિમ સૌંદર્યથી સજાવવામાં આપણી ઘેલછા વધતી જાય છે. ચામડીના રગોને આમંત્રણ આપીએ છીએ.

ઢિશૂમ ઢિશૂમ વાળી ફિલ્મોમાં ડ્રગ કે અન્ય કૃત્રિમ ઇલાજોથી ફૂલાવેલા સ્નાયુવાળા ફિલ્મી હિરોનાં પડદા ઉપરનાં પરાક્રમો જોઈ ફિદા થઈ જઈએ છીએ. ફોટોગ્રાફી ટ્રીકથી જાનનું જોખમ ખેડતા ઉડતા, કૂદતા, છલાંગો મારતા ગોળીઓ છોડતા હીરોનાં આપણે ગુણગાન ગાતાં થાકતા નથી. આવા હીરો, યુવાનો માટે રોલમોડેલ કે આદર્શ ન બનવા જોઈએ. આવી ઘેલછાછોડી યુવાવર્ગે હનુમાનજીને રોલમોડેલ બનાવી તેજદાર બાહ્ય- આંતરિક, શારીરિક-માનસિક ઘડતર માટે જીવનપધ્ધતિ વિચારવા જેવી છે.

' સુંદરકાંડ'ના મહાનાયક હનુમાનજી છે. એમનું ચાલકબળ શ્રી રામજી છે. સ્નાયુબદ્ધ, તાકાતવાન, પરાક્રમી, બુધ્ધિશક્તિ અને બ્રહ્મચર્યના તેજથી ઝગમગતું તેમનું વ્યકિતત્વ જાજવલ્યમાન છે. તેમનું આંતરિક સૌંદર્ય, આત્મબળ, સંયમ, સંકલ્પબધ્ધતા, નીડરતા વગેરેથી ભર્યુંભર્યું છે.

હનુમાનજી સદા યુવાન છે. સતત વહેતો શક્તિનો ધોધ છે. પરાક્રમોની પરંપરા અને દુશ્મનોને ડરાવનારું પ્રભાવશાળી વ્યકિતત્વ એમનું કાયમી સૌંદર્ય બની રહે છે.
પરાક્રમી બળવાન વાનરસેનાના મહાનાયક છે. તેમની વાકછટા, પ્રચંડ બુધ્ધિશક્તિ, અનોખા ચાતુર્યથી, અનોખા ચાતુર્યથી અને બ્રહ્મચર્યની આભાથી રાવણ પણ ડઘાઈ જાય છે.
વીરહનુમાનજીમાં સાહસ, યુક્તિ-પ્રયુક્તિ, મહામતિ અને દીર્ધદૃષ્ટિ હોવાથી માર્ગમાં આડે આવતા અવરોધો, સંકટો અને શ્રમને ગણકાર્યા વિના તેમાંથી માર્ગ કાઢે છે. સૂક્ષ્મબુદ્ધિ, અમાપબળ, અને રામ  ઉપરના ભક્તિના પ્રતાપે તેમને થાક કે નિરાશાનું કોઈ ચિહ્ન દેખાતું નથી. લંકાનગરીમાં રાત્રે ફરતાં અનેક પ્રકારનાં કામોત્તેજક દૃશ્યો વચ્ચે હનુમાનજી દૃઢ સંયમ અને મનોબળથી જરાપણ ચલિત થતા નથી. જેણે મન સંયમમાં રાખ્યું તે ક્યાંય ધર્મભ્રષ્ટ થતો નથી.

વાનરસૈન્યમાં પોતે એકલા જ શક્તિશાળી વીર છે એવું તેમણે કદિ કહ્યું નથી. પોતાના સાથીદારોને તેઓ પોતાના જેવા જ શક્તિશાળી ગણી તેમનો આદર કરે છે. સીતાજીને હનુમાનજી કહે છે, હે માતા ! સાગર ઓળંગવા માત્ર હું જ એકલો સમર્થ છું. એમ ન માનશો. શ્રીરામજીના સૈન્યમાં મારા જેવા અને મારા કરતાં ચડિયાતા હજાર વીરો છે.' પ્રબળ શક્તિવંતની આવી નમ્રતા એ પણ એમના વ્યકિતત્વનું સૌંદર્ય બની જાય છે. હનુમાનજી પરાક્રમી છતાં વિનમ્રમૂર્તિ છે.

નિર્ભયતા અને પ્રચંડશક્તિના તેજથી રાવણને દઝાડતી હનુમાનજીની વાણી છે. હનુમાનજી કહે છે, તું જેને સીતા સમજે છે એ કામના પૂર્તિ કરનારી નથી. લંકાના વિનાશ માટે સર્જાયેલી ઘોર કાલરાત્રી છે. તેના લીધે કાળપાશ તારા ગળાને ટૂંપી નાખશે તેનો વિચાર કરજે. લંકાનગરી રાખ બનીને ઊડી જશે અને રાખમાં તારી પણ ભસ્મ થશે. અગ્નિવર્ષાવતી આ વાણીનું પણ એક રૃદ્ર સૌંદર્ય છે.

આજના સમયમાં અનેક પ્રકારના સંઘર્ષ, તણાવ, સ્પર્ધા, સમસ્યાઓ, વચ્ચે શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને શક્તિ બાબતે વધુ પડતા બેદરકાર થતા જઈએ છીએ. ત્યારે આપણી જીવન શૈલીમાં શરીર- મન તંદુરસ્ત- શક્તિવંત બને તે માટેની વિચારણાને સ્થાન આપી તે માટે સમય ફાળવવો જરૃરી બન્યો છે. શરીર એ સર્વ જગત વ્યવહાર- પ્રવૃત્તિઓ ચલાવવાનું સાધન છે. તેની સાચવણી કરવી જોઈએ. આજે શારીરિક- માનસિક રોગોનું પ્રમાણ વધતું ગયું છે.
માટેજ દૈનિકકાર્યક્રમમાં શરીર-મનની તાકાત-સ્વાસ્થ્ય જાળવવા સક્રિય થવું પડે.

- નિયમિત શાકાહારી  ખોરાક લેવો.
- માંસાહારનો ત્યાગ. હ નિયમિત વ્યાયામ, રમતગમતમાં ભાગ લેવો.   હ સંયમ, - ઇશ્વર આરાધના.
- શારીરિક માનસિક પતન કરાવે તેવા કાર્યક્રમો- સ્થાનોનો ત્યાગ.
- સુટેવોનું પાલન    હ  વ્યસનમુક્તિ
- સંસ્કાર- પ્રેરણા લક્ષી સાહિત્યનું વાચન.
- આવેશો અને આવેગો ઉપર નિયમન
- સકારાત્મક વલણ, આત્મવિશ્વાસ

ઉપરની બાબતો ધ્યાનમાં લઈ આપણો જીવનકથામાં પણ શક્તિયુક્ત તંદુરસ્તીયુક્ત અને પરાક્રમશીલતા યુક્ત આપણા સૌંદર્યનું પ્રકરણ (સુંદરકાંડ) હોવું જોઈએ.

- લાભુભાઈ ર. પંડયા

Post Comments