Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જનકદુલારી શ્રી જાનકીનું પ્રાગટય પર્વ - મુકેશભાઈ ભટ્ટ

(શ્રી સીતાનોમ- તા.૪/૫/૨૦૧૭)

પૌલત્સયઋષિના કુળમાં જન્મેલો રાજા રાવણ ખૂબ પરાક્રમી હતો. તપશ્ચર્યાના માધ્યમથી મન માન્યા વરદાન મેળવતો અનેક ગ્રહોને પોતાના વશમાં રાખતો હતો. કુબેરની લંકાનગરી તેણે યુધ્ધ કરીને મેળવી લીધા બાદ. દશમાથા અને વીસભૂજાળો હવે બેફામ બન્યો હતો. રાજા સહસ્ત્રાજીન પાસે, વાલી પાસે પરાજીત થયા પછી પણ સુધર્યો નહીં. તેણે સત્તા- શક્તિ અને સંપત્તિનો સતત દુરૃપયોગ કર્યો. હદતો ત્યારે થઈ કે જ્યારે તેણે પોતાની હદમાં આવેલા આશ્રમોમાં નિવાસ કરતાં ઋષિવરો પાસે કર માંગ્યો.

કોપેલા ઋષિમુનિઓએ કર તરીકે પોતાના રક્તનો કુંભભરીને શ્રાપ આપતાં કહ્યુકે  આજ રકતકુંભ તારા વિનાશનું કારણ બનશે. ગભરાયેલા રાવણે આ રક્તકુંભ ઉત્તર દિશામાં દૂર જઈને દાટી આવવાનો હુકમ કર્યો.  તેના સેવકો તે કુંભને ભારતના બિહારમાં જનકપુરની હદમાં તેને દાટી ગયા.

યોગાનુયોગ ત્યાં દુષ્કાળ નિવારણાર્થ ઋષિઓની આજ્ઞાાથી શ્રીજનક મહારાજે સોનાના હળથી ધરતી ખેડી અને તે હળ પેલા રકતકુંભ સાથે ટકરાતાં તેમાંથી પૃથ્વી કન્યા શ્રીજગદંબાસ્વરૃપ સીતાજીનો વૈશાખ સુદનોમે પુનિત પ્રાગટય થયું. સતીઓમાં શ્રેષ્ઠ એવા સીતાજીનું પાત્ર એટલું પવિત્ર હતુ કે જેને જન્મ આપનાર યોગ્ય બીજી માતાના હોઈ મા ધરતીની ગોદમાંથી પ્રગટ થયાં. જનકસુતા જગજનની જાનકી, અતિશય પ્રિય કરૃના નિધાનકી તાકે જુગપદ કમલ મનાવઉં જાસુ ક્રિપા નિર્મલ મતિ પાવેહુ.

Post Comments