Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાધના : એની જ અનોખી હેરકટથી આજે પણ લોકપ્રિય છે

૧૯૬૦ માં રિલીઝ થયેલી  ફિલ્મ 'લવ ઈન શિમલા'માં સાધનાના હેરને નવો લૂક આપવામાં  આવ્યો હતો. જે આજે પણ સાધના કટના નામે  લોકપ્રિય  છે.

૬૦ના  દાયકામાં  બોલીવૂડમાં  અમુક ચોક્કસ અભિનેત્રીઓની  બોલબાલા હતી.  જેમાંની  એક હતી સાધના.  'મેરા સાયા', ' વો કૌન થી', 'વક્ત'  જેવીક યાદગાર ફિલ્મ આપનાર સાધનાએ ભારતીય  ફિલ્મ  જગતમાં  હેરસ્ટાઈલનો   એક નવો ટ્રેન્ડ શરૃ  કરવાનો શ્રેય જાય છે.

સાધના  એના માતાપિતાની એકમાત્ર સંતાન હતી. આઝાદી વખતે દેશના ભાગલા પડયો   ત્યારે એનો પરિવાર કરાચી છોડી મુંબઈ આવી ગયો હતો. સાધનાનું  નામ એના પિતાએ એની પસંદીદા  અભિનેત્રી સાધના બોસના નામ પરથી રાખ્યું હતું. સાધના આઠ  વર્ષની થઈ ત્યાં સુધી એની માતા જ એને અભ્યાસ કરાવતી હતી.

સાધના પહેલી  વખત રૃપેરી પડદે આવી ત્યારે  એ માત્ર ૧૪ વર્ષની હતી.  ફિલ્મનું નામ  હતું  શ્રી ૪૨૦. આ  ફિલ્મનું ગીત 'મૂડ મૂડ કે ન દેખ' ના કોરસમાં  સાધનાની ઝલક જોવા મળે છે. ૧૬ વર્ષની  વયે સાધના દેશની પહેલી  સિંધી ફિલ્મ 'અબાના' ની  નાયિકા બની અને  અહીંથી જ એની  ફિલ્મી કારકિર્દીની  શરૃઆત થઈ હતી.

સાધનાની  મોટાભાગની  ફિલ્મોના  નિર્માતા આર કે નય્યર હતા.  એની સાથે સાધનાને  પ્રેમ થઈ જતા બંને માર્ચ  ૧૯૬૬માં  પરણી ગયા. સાધના પ્રેમથી એના પતિને  રુમી કહીને બોલાવતી.

નૈય્યર સાધના કરતા  ઉંમરમાં  ઘણા મોટા  હતા. આથી સાધનાના  માતા-પિતા  આ લગ્નની વિરુધ્ધ હતા. સાધનાને સંતાન ન હતું.  અસ્થમાને  કારણે  વર્ષ ૧૯૯૫માં  આર. કે.નય્યરનું  નિધાન  થયા બાદ સાધના એકલી પડી ગઈ હતી.

કહેવાય  છે કે એણે  અભિનેત્રી વહિદા  રહેમાન, આશા પારેખ  અને નંદાની  સાથે સારો સંપર્ક બનાવી રાખ્યો હતો.  આનુ મુખ્ય કારણ એણે જીવન આ સહેલીઓ  સાથે જ પસાર કર્યું હતું. જો કે એની પિતરાઈ બહેન બબિતા સાતે એણે અંતર જાળવી રાખ્યું હતું. 

૧૯૬૦ માં રિલીઝ થયેલી  ફિલ્મ 'લવ ઈન શિમલા' માં સાધનાના હેરને નવો લૂક આપવામાં  આવ્યો હતો. જે આજે પણ સાધના કટના નામે  લોકપ્રિય  છે.

કહેવાય  છે  કે સાધનાનું  માથું  બહુ  પહોળું હોવાથી અને  છુપાવવા  માટે ખાસ  નવો લૂક આપવામાં આવ્યો હતો.  એનો આ અંદાજ એની ઓળખ સાથે જ જોડાય ગયો. ખરેખર એના પહોળા માથાની  નબળાઈ 'સાધના કટ' ના રૃપમાં  એની તાકાત બની ગઈ.

સાધના  એના જમાનામાં  સૌથી વધુ મહેનતાણું  લેનાર અભિનેત્રી હતી. ૧૯૬૩થી ૬૭ની વચ્ચે એના જેટલું જ સમાન મહેનતાણું  વૈજયંતિમાલાને આપવામાં  આવતું હતું.  વર્ષ ૨૦૧૫ની  ૨૫ ડિસેમ્બરના દિવસે આપણી  વચ્ચેથી વિદાય લેનાર સાધનાને આજે પણ  યાદ કરવામાં આવે  છે.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments