Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનામાં કડાકો બોલાતાં જીએસટી સાથેના ભાવ રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી આવ્યા

- ક્રૂડતેલના ભાવમાં આગળ ધપતો ઘટાડો

- ચાંદી પણ ગબડી: રૃપિયા સામે ડોલર  વધ્યો: અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક વધ્યો સામે ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના નિર્દેશો

મુંબઈ, તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

મુંબઈ સોના-ચાંદી બજાર આજે મંદી આગળ વધી હતી. સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ  જીએસટી વગર રૃ.૨૯ હજારની અંદર  ઉતરી ગયા હતા જીએસટી સાથેના ભાવ ઘટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા હતા.   વિશ્વ બજારના   સમાચારો નરમાઈ બતાવતા હતા.  વિશ્વ બજારમાં ડોલર ઉંચકાતાં  સોનામાં હેજ ફંડોની   વેચવાલી  વધી છે.  ઘરઆંગણે પણ આજે કરન્સી બજારમાં રૃપિયા સામે  ડોલરન ા ભાવો વધી  ગયા હતા.  

 મુંબઈ કરન્સી બજારમાં  ડોલરના ભાવો ૬૪.૩૮ વાળા ઉંચામાં  ૬૪.૫૪  થઈ છેલ્લે ભાવો ૬૪.૫૦  આસપાસ હતા.   દરમિયાન,  સોનાના ભાવો વિશ્વ બજારમાં  ઔંશના ૧૨૭૬ ડોલરવાળા  ગબડી નીચામાં  ૧૨૬૩.૨૦ થઈ સાંજે ભાવો ૧૨૬૫.૬૦થી ૧૨૬૫.૬૫  ડોલર હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો પણ ઔંશના ૧૬.૩૧ ડોલરવાળા નીચામાં ૧૬.૦૨ થઈ  સાંજે ભાવો ૧૬.૦૫થી ૧૬.૦૬  ડોલર હતા.  વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે  પણ આયાત પડતર નીચી ઉતરી છે તથા તેના પગલે  ઝવેરી બજારમાં  વેચવાલી વધ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના  ૯૯.૫૦ના  ૨૯૦૯૫ વાળા ૨૮૯૭૦  ખુલી  ૨૮૯૮૫ બંધ હતા.  

જીએસટી સાથેના ભાવો ૩૦ હજારની અંદર ઉતરી ૨૯૮૪૫થી ૨૯૮૫૦ આસપાસ રહ્યા હતા. દરમિયાન, સોનાના ૯૯.૯૦ના ભાવો આજે  જીએસટી વગર રૃ.૨૯૨૪૦ વાળા રૃ.૨૯૧૨૦ ખુલી રૃ.૨૯૧૩૫  બંધ હતા.   દરમિયાન,  ચાંદીના ભાવો  કિલોના ૯૯૯ના રૃ.૩૭૭૧૦ વાળા ૩૭૨૯૫  ખુલી ૩૭૩૦૫   બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૩૭૨૦૦થી ૩૭૨૫૦ તથા જીએસટીના સાથેના ભાવો મુંબઈમાં  સાંજે ચાંદીના ભાવો રૃ.૩૭૨૦૦થી ૩૭૨૫૦ તથા જીએસટી  સાથેના ભાવો  આ ભાવોની  આશરે રૃ.૧૩૦૦થી ૧૪૦૦ જેટલા ઉંચા હતા.  આમ ચાંદીના  જીએસટી સાથેના ભાવ રૃ.૩૯ હજારની અંદર જતા રહ્યા હતા.ઔદરમિયાન, વિશ્વ બજારમાં  સાંજે  પેલેડિયમના ભાવો ઔંશના ૯૯૧.૫૫થી ૯૯૧.૬૦  ડોલર હતા  પ્લેટીનમના ભાવો ૯૧૧થી ૯૧૧.૦૫ ડોલર હતા.  
ક્રૂડતેલના ભાવ એકથી દોઢ ટકો ઘટી સાંજે  ભાવો બરેલદીઠ  બ્રેન્ટક્રૂડના  ૬૨.૧૧ ડોલર હતા.  ન્યુયોર્કના ભાવો ૫૬.૮૩ ડોલર હતા.  અમેરિકામાં   સ્ટોક વધ્યાની ચર્ચા હતી.

વિશ્વ બજારના સમાચારો મુજબ  અમેરિકન પેટ્રોલિયમ  ઈન્સ્ટીટયુટે   બહાર પાડેલા આંકડા મુજબ  ત્યાં  ગેસોલીનનો સ્ટોક ૯૨ લાખ  બેરલ્સ વધ્યો   છે. ત્યાં  હિટીંગ  ઓઈલનો સ્ટોક પણ વધ્યો છે.  ત્યાં  ક્રૂડતેલનો સ્ટોક ૫૫ લાખ ઘટી ૪૫.૧૮  કરોડ બેરલ્સ નોંધાયો છે.  યુરોપના શેર બજારો ઘટાડા પર હતા.  જાપાનની કરન્સી યેનના ભાવ વધ્યા હતા.   બ્રિટીશ પાઉન્ડ   નરમ હતો.   જર્મનીના  ફેકટરી ઓડર્સના આંકડા સારા આવ્યા હતા.  આમ છતાં  વિશ્વ બજારમાં   યુરેનિયમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ડોલરમાં પીછેહઠ દેખાઈ હતી. ત્યાં  ગ્રોથનો દર અપેક્ષાથી ઓછો  આવ્યો હતો. અમેરિકામાં  શુક્રવારે  બહાર પડનારા  જોબગ્રોથના  આંકડાઓ પર હવે ખેલાડીઓની નજર રહી છે.વિશ્વ બજારમાં આજે  ડોલર ઈન્ડેક્સ વધી  બે સપ્તાહની ટોચે  પહોંચ્યો હતો.  ક્રૂડતેલના ભાવ ઘટી આજે બે સપ્તાહના તળિયે ઉતર્યા હતા.

Post Comments