Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આગામી બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થાય તેમ ઈચ્છતી કંપનીઓ

- જીએસટીના અમલના પગલે ઊદભવેલી તકલીફો દૂર કરવા પણ ઉદ્યોગોની માંગ

નવી દિલ્હી, તા. 6 ડિસેમ્બર 2017,  બુધવાર

આગામી નાણાંકીય વર્ષના બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થાય તેવા પગલા ભરવા વિવિધ ઈન્ડસ્ટ્રી દ્વારા આજે નાણાંમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી.

વિવિધ ઈન્ડસ્ટ્રીના સંગઠનો દ્વારા નાણાં મંત્રી સાથેની પ્રિ-બજેટ મીટીંગમાં ટેક્સના  વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ હતી.  જેમાં મુખ્યત્વે હાલનો કોર્પોરેટ સેસ જે ૩૦ ટકા છે તેને ઘટાડીને ૧૮થી ૨૫ ટકા કરવા રજૂઆત કરાઈ હતી.

આ ઉપરાંત જીએસટીના અમલ બાદ નિકાસકારોને વિવિધ મોરચે પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા તેમજ અન્ય ઊદ્યોગો માટે પણ આ કરને લઈને પડતી મુશ્કેલીઓ સામે પણ ચોક્કસ પગલા ભરવા રજૂઆત કરાઈ  હતી.

આ મુદ્દે નાણાંમંત્રી દ્વારા ઘટતા-તમામ પગલા ભરવા ખાતરી ઊચ્ચારી હતી. જેમાં ખાસ કરીને કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો કરવા તેમણે હૈયાધારણ આપી હતી. તેમ ઈન્ડસ્ટ્રીનો સંગઠનોએ ઉમેર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે જીએસટીના અમલ બાદ આ પ્રથમ અંદાજપત્ર હશે. જે આગામી ૧ ફેબુ્રઆરીએ રજૂ થાય તેવી સંભાવના  છે.

Post Comments