Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશમાં સ્ટીલની માંગમાં ઝડપી વેગ આયર્ન ઓરમાં તેજીની પીછેહઠ

દેશના સ્ટીલ-લોખંડ ઉદ્યોગ માટે સારા સમાચાર આવી રહ્યા છે. સ્ટીલના ઉત્પાદનમાં મુખ્યત્વે કાચા માલ તરીકે આયર્ન ઓરનો ઉપયોગ થાય છે અને તાજેતરમાં આવા આયર્ન ઓરનો પુરવઠો વધ્યો છે. ઓરિસ્સાથી મળી રહેલા સમાચાર મુજબ ત્યાંનાં ખાણ માલિકોએ તાજેતરમાં આયર્ન ઓરના ભાવમાં આશરે ૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. ભારતમાં દર વર્ષે આયર્ન ઓરનું જેટલું કુલ ઉત્પાદન થાય છે એ પૈકી ઓરિસ્સામાં ઉત્પાદન આશરે ૫૦ ટકા જેટલું થાય છે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આયર્ન ઓર ફાઈનના બજારભાવ ટનના રૃ.૨૨૦૦ હતા તે હવે રૃ.૨૦૦૦ આસપાસ બોલાવા માંડયા છે. જ્યારે લમ્પ તરીકે ઓળખાતા સાઈઝડ આયર્ન ઓરના ભાવ ટનના રૃ.૪૮૦૦ હતા તે હવે રૃ.૪૩૦૦ આસપાસ બોલાતા થયા છે. આ ભાવ ઘટાડો એપ્રિલ માટે આવ્યો છે. માર્ચ મહિનામાં  ફાઈન આયર્ન ઓરના ભાવ ટનના રૃ.૨૦૦થી ૨૫૦ જેટલા ઘટયા હતા જ્યારે લમ્પ આયર્ન ઓરના ભાવ માર્ચમાં ટનના રૃ.૪૫૦થી ૫૦૦ જેટલા ઘટયા હતા.

દેશમાં જાન્યુઆરી મહિનામાં પુરવઠાની ખેંચની ભીતિ વચ્ચે આયર્ન ઓરના ભાવ ઉછળી નવી ટોચે જતા રહ્યા હતા તે હવે ફરી નીચા આવી રહ્યા છે. જાન્યુઆરીમાં ઓરિસ્સામાં અમુક મોટી ખાણોમાં ઉત્પાદન ઘટવાની શક્યતા ચર્ચાતી થતાં એ વખતે  બજારભાવ ઉંચા ગયા હતા. ખાસ કરીને ઓકટોબર ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૧૮ના ગા ળામાં આયર્ન ઓરના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધી થઈ હતી. આ ચાર મહિનાના ગાળામાં આયર્ન ઓરના ભાવ ફાઈન વેરાયટીના ટનના રૃ.૧૪૦૦થી ઉછળી રૃ.૨૫૦૦ સુધી જતા રહ્યા હતા જ્યારે આ ગાળામાં આયર્ન ઓર લમ્પના ભાવ ટનના રૃ.૩૨૦૦થી ઉછળી ઉંચામાં રૃ.૫૩૦૦ સુધી પહોંચ્યા હતા.

જો કે ત્યારબાદ આયર્ન ઓરના પુરવઠાની અછતની ભીતિ હળવી બનતા બજાર ભાવ ઉંચેથી ફરી નીચા આવવા માંડયા હતા. ઓરિસ્સાની ઘણી મોટી ખાણોમાં તાજેતરમાં ઉત્પાદન ઘટી ગયું હતું ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાનના ગાળામાં માઈનિંગની મર્યાદા ઓળંગવાના કારણે તથા આના પગલે  પર્યાવરણ વિષયક અમુક નિયમોનો ભંગ થતાં આ મોટી ખાણો પર વિશિષ્ટ વળતર ચૂકવવાનો વારો આવ્યો હતો અને આ વળતર ચૂકવવાની ડેડલાઈન ૩૧ ડિસેમ્બરની હતી. આના પગલે આવી ખાણોમાં  ઉત્પાદન પર અસર પડી હતી. જોકે હવે આવી ખાણોમાં કામગીરી ફરી શરૃ થયાના વાવડ મળ્યા છે. જે ખાણો આ કારણસર બંધ પડી હતી એ ખાણોમાં ઉત્પાદન ક્ષમતા આશરે ૨૦૦ લાખ ટનની મનાઈ રહી હતી.

આ ઉપરાંત અમુક ખાણો સત્તાવાર કલીયરન્સના  અભાવના કારણે ૨૦૧૪થી બંધ પડી ગઈ હતી તેવી ખાણોમાં પણ ફરી ઉત્પાદન પ્રક્રિયા શરૃ થયાના નિર્દેશો મળ્યા છે.આના કારણે  પણ પુરવઠા  સ્થિતિ  સંતોષજનક બની રહી છે.  આયર્ન ઓર ઉદ્યોગના જાણકારોના જણાવ્યા મુજબ વિવિધ ખાણો ફરી કાર્યરત થતાં માર્ચ મહિનામાં આશરે ૨૦૦ લાખ ટનની ઉત્પાદન ક્ષમતા ફરી કાર્યશીલ બની છે જ્યારે એપ્રિલના ચાલુ મહિનામાં આમાં વધુ ૮૦ લાખ ટનની ઉત્પાદન ક્ષમતા કાર્યરત થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.

આયર્ન ઓરના ફાઈન વેરાયટીના ભાવ ટનના ઓકટોબર ૨૦૧૭માં રૃ.૧૪૦૦ હતા તે વધી જાન્યુઆરી ૨૦૧૮માં રૃ.૨૫૦૦ થયા પછી એપ્રિલમાં રૃ.૨૦૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે.

આવી જ રીતે  આયર્ન ઓર લમ્પના ભાવ ટનના જે ઓકટોબર ૨૦૧૭માં રૃ.૩૨૦૦ રહ્યા હતા તે જાન્યુઆરી ૨૦૧૮માં ઉછળી રૃ.૫૩૦૦ સુધી પહોચ્યા પછી એપ્રિલમાં હવે ઉંચેથી ઘટી રૃ.૪૩૦૦ આસપાસ બોલાતા થયા છે. દરમિયાન, ભારતમાં સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે ૨૦૧૭-૧૮ના તાજેતરમાં પુરા થયેલા નાણાંવર્ષમાં સ્ટીલની માગનો ગ્રોથ વધી ૭થી ૮ ટકાનો નોંધાયો છે  જેની સામે ૨૦૧૬-૧૭ના નાણાંવર્ષમાં આવી માગનો ગ્રોથ માંડ ૩થી ૪ ટકા નોંધાયો હતો. ૨૦૧૭-૧૮ના વર્ષમાં જોકે ઓકટોેબર  ૨૦૧૭ સુધીના ગાળામાં આવી માગ વૃદ્ધી આશરે ૪થી ૫ ટકા જ રહી હતી પરંતુ ત્યારબાદ નવેમ્બર ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના ગાળામાં માગમાં વૃદ્ધીએ વેગ પકડયો હોવાનું સ્ટીલ ઉદ્યોગના જાણકારોએ જણાવ્યું હતું.

Post Comments