Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નર્મદા કેનાલ આવતા ૧૭૬ હેકટર ખાનગી માલિકીની જમીન સંપાદન થશે

-વાગડના ૪૭ ગામોની ૫૪૦૭૪ હેકટર જમીનને પિયતનો લાભ મળશે

ભુજ,તા.18 મે 2017, ગુરૂવાર

આગામી ૨૨મીએ વડાપ્રધાનના હસ્તે ભચાઉ મુકામે નર્મદાની સિંચાઈની કેનાલનું લોકાર્પણ કરવામાં આવનાર છે જેના ભાગરૃપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રાથમિક ધોરણે આશરે ૪૭ ગામોની ૫૪૦૭૪ હેકટર જેટલી જમીનને પિયતનો લાભ મળવાનો છે.
 
વડાપ્રધાનના હસ્તે આગામી ૨૨ મી મે-૨૦૧૭ના રોજ ભચાઉ નજીક નર્મદાના નીરના વધામણા થવાના છે ત્યારે આ અંગે વધુ વિગતો આપતા સરદાર સરોવર નર્મદા નિગમના શ્રીનિવાસને જણાવ્યુ હતુ કે પાણીના વિસ્તરણ અને વિતરણ માટે નર્મદાની કચ્છ શાખા નહેર તથા ગાગોદર પેટા શાખા નહેરમાંથી નિકળતી શાખાઓ, માઈનોર અને સબ માઈનોર માટે રૃ.૪૧૧.૭૬ કરોડના પેકેજ કામો હાલ ચાલી રહ્યા છે. જેનાથી આ વિસ્તારની ૫૪૦૭૪ હેકટર જેટલી જમીનને લાભ મળવાનો છે. નર્મદાના નીર વિસ્તરણ અને વિતરણના પાંચ પેકેજોમાં ૩૫.૨૧ કિ.મી. લંબાઈના ૨૧ ડિસ્ટ્રીબ્યુટર ૫૩૧ કિ.મી.લંબાઈની ૧૧૯ માઈનોર શાખા તથા ૧૭૨૦ કિ.મી.ની ૯૯૮ સબ માઈનોર શાખાનો સમાવેશ થાય છે.જેમાં ૧૭૬.૦૮ હેકટર જેટલી ખાનગી માલિકીની જમીન સંપાદન કરવાની થાય છે.
આ પેકેજોની કામગીરી પૂર્ણ થતા ૪૭ જેટલા ગામોને લાભ મળશે. જે ગામોને લાભ મળનાર છે. તેમાં ફતેહગઢ, શાનગઢ, સેલારી, ઘેડી, દેશલપર, થાનપર, દાવરી, રાવ, રવેચી, તંત્રો, જેશડા, સુઢાનવાંઢ, લાકડાવાંઢ, સુવઈ, વનોઈ, ચોબારી, કનખોઈ, એકલ, મનફરા, નેર, સુખપર, માખેલ, જાડાવાસ, ટગા, પલાંસવા, ધાણીધર, ગાગોદર, નદીણ, પંડયાનો ગઢ, ભીમદેવકા, થોરીયારી, કુંભારીયા, ચાંદ્રોડી, નારાયણસરી, શિકારપુર અને વાંઢીયાનો સમાવેશ થાય છે.

Post Comments