Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોમન જીડીસીઆરથી વડોદરાનો વર્ટિકલ વિકાસ થશે:હવે ૨૩ માળની ઇમારતો બનશે

-ક્રેડાઇ અને મ.ગુ.વેપારી મંડળે સરકારના નિર્ણયને આવકાર્યો

વડોદરા, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

ગુજરાત સરકારે સમગ્ર રાજ્ય માટે કોમન જીડીસીઆરના અમલની આજે જાહેરાત કરી હતી જેથી વડોદરા શહેરને બાંધકામ ક્ષેત્રે લાભ મળશે તેમ ક્રેડાઇના  અને મધ્ય ગુજરાત વેપારી મંડળનું કહેવું છે.

તેમણે ગુજરાત સરકારના નિર્ણયને આવકારતા તેઓએ જણાવ્યુ છે કે કોમન જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનનો  અમલ કરવામાં આવશે જેમાં હાલમાં વડોદરામાં બાંધકામ ક્ષેત્રે ૧.૬ એફએસઆઇ હતી તેના સ્થાને ૧.૮ એફએસઆઇ મળશે અને વેચાણથી ૨.૭ એફએસઆઇ મળશે.

નવા કોમન જીડીસીઆર પ્રમાણે લોરાઇઝ બહુમાળી ઇમારતને ૧૫ અને ૧૮ મીટરની ઉંચાઇને બદલે હવે ૨૫ મીટર સુધીની ઉચાઇ સુધી મંજુરી મળશે. જેથી હાલમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળને મંજુરી મળતી હતી તેના સ્થાને હવે ગ્રાઉન્ડ પ્લસ ૬ માળને મંજુરી મળશે.

હાઇરાઇઝ બહુમાળી ઇમારતમાં ૩૦ મીટરના રોડ ઉપર હાલમાં ૪૦ મીટરની ઉંચાઇ અને ૧૩ માળની મંજુરી મળતી હતી જ્યારે હવે નવા નિયમ પ્રમાણે ૪૫ મીટર ઉંચાઇ અને ૧૫ માળને મંજુરી પ્રાપ્ત થશે. જ્યારે ૩૬ થી ૪૦ મીટર રોડ ઉપર ૭૦ મીટર ઉંચાઇ અને ૨૩ માળ સુધી બાંધકામને મંજુરી મળશે.

 જેથી વડોદરાનો વર્ટિકલ વિકાસ થર્ટ, તેમ ક્રેડાઈના પ્રમુખ વિક્રમ ગુપ્તા અને હેમંત પટેલ તથા મધ્ય ગુજરાત વેપારી મંડળના અગ્રણી ગુપ્તાએ ઉમેર્યું હતું.

Post Comments