Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ૨૦.૭૫ લાખના દાગીના, રોકડની ઉઠાંતરી

-મુંબઇની મહિલાએ લાખોના દાગીના ગુમાવ્યા

-અપટુડેટ ગઠિયો દંપતીની ઊઘનો લાભ મેળવી પર્સ ઉઠાવવામાં સફળ ઃ અઢી લાખ રોકડા પણ ગુમાવ્યા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.10 જાન્યુઆરી 2017, મંગળવાર

રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતી મુંબઇની મહિલા અને તેમના પતિએ રૃા.૨૦.૭૫ લાખની કિમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમ ભરેલુ પર્સ ગુમાવ્યુ હતું. રાત્રિના સમયે પતિ અને પત્ની ઉંઘી ગયા હતા તે તકનો લાભ ઉઠાવી કોઇ અપટુડેટ ગઠિયો મહિલાનુ પર્સ ઉઠાવવામાં સફળ રહ્યો હતો. રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરી થતી હોય તો અન્ય ટ્રેનોમાં પ્રવાસ કરતા મુસાફરોનો સામાન જાય તે હવે સામાન્ય બાબત થઇ ગઇ છે.

મુંબઇના કાંદીવલી વિસ્તારમાં એમ.જી.રોડ પરના રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા હરપીન્દરકૌર પ્રીતપાલસિંહ પુનેજા તેમના પતિ સાથે નવી દિલ્હીથી સાંજના સમયે ઉપડતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી મુંબઇ જવા માટે રવાના થયા હતાં. ટ્રેન રાત્રિના સમયે કોટા રેલવે સ્ટેશન પસાર કર્યા બાદ હરપીન્દરકૌર તેમજ તેમના પતિ ઉંઘી ગયા હતા અને વડોદરા રેલવે સ્ટેશન આવતા તેઓ જાગી ગયા ત્યારે હરપીન્દરકૌરનું પર્સ ગુમ હતું. તેમને તપાસ કરવા છતા પર્સ મળ્યુ ન હતું દરમિયાન પર્સ ચોરી થયુ હોવાનું સ્પષ્ટ જણાયુ હતુ જેથી તેમણે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પર્સમાં અઢી લાખ કિંમતનો બદામ ડિઝાઇનનો ૧૦૦ ગ્રામ સોનાનો હાર, અઢી લાખનું ૧૦૦ ગ્રામ સોનાનું બ્રેસલેટ, ૧.૫૦ લાખના ચાર સોનાના કંગન, બે લાખના સોનાના કડા, દોઢ લાખની હીરા  અને સોનાની અંગુઠી, દોઢ લાખની અન્ય બે સોનાની અંગુઠી, એક લાખની સોનાની ચેન, ૭૫ હજારના બે સોનાના પેન્ડલ, ૫૦ હજારના છ જોડ કાનના ઝુમખા અને અઢી લાખ રોકડા તેમજ મહત્વના દસ્તાવેજો મળી કુલ રૃા.૨૦.૭૫ લાખની મત્તાની ચોરી થઇ હતી. આ બનાવની ફરિયાદના પગલે ઇન્ચાર્જ પીઆઇ નટવરસિંહ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.
 

Post Comments