Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૦-૧૨ લાખના વિદેશી દારૃ સહિત ૧૮.૬૨ લાખના મુદ્દામાલ સાથે ૧ ઝડપાયો

-ઝાલોદના મઘાનીસર ગામે વિજિલન્સ પોલીસ ત્રાટકી

-ગ્રામજનોએ પોલીસ પર કરેલો પથ્થરમારો,પથ્થરમારા અંગે પોલીસનો ઇનકાર

ઝાલોદ,તા.૧૩ જુન 2018, બુધવાર

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે એક મકાન અને બે વાહનમાંથી ઇંગ્લીશ દારૃની ૧૯૮ પેટી તથા અન્ય છૂૂટી ઈંગ્લીશ દારૃની બોટલો રૃપિયા ૧૦,૧૨,૨૦૦ અને બે વાહનો રૃપિયા ૮૫૦૦૦૦ મળી કુલ ૧૮૬૨.૨૦૦ રૃપિયાનો મુદ્દામાલ બાતમી આધારે વિજિલન્સ પોલીસ ગાંધીનગરે ઝડપી એક વાહન ચાલકને ઝડપી  પાડયો હતો. જ્યારે પોલીસને જોઈને બુટલેગર નાસી છૂટયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મઘનીસર ગામે ઈંગ્લીશ દારૃની ગાડી ખાલી કરી અને વાહનમાં માલ સપ્લાય થવાની બાતમી વિજીલન્સ પોલીસ ગાંધીનગરને મળી હતી. પોલીસ સ્ટાફે મઘાનીસર ગામ પાસે કોતર. નજીક એક મકાનમાં રેડ કરતા મકાન પાસે આઈસર ટેમ્પા માંથી ઈંગ્લીશ દારૃ ખાલી થતો હતો. જ્યારે  નજીકમાં  ઉભેલી એક વેગન આર માં ઈંગ્લીશ દારૃ ભરાતો હતો.

પોલીસે બે વાહન અને મકાન માંથી કુલ ૧૯૮ રોયલબ્લુ ઈંગ્લીશ દારૃની પેટીઓ બોટલો મળી કુલ રૃપિયા ૧૦,૧૨,૨૦૦નો દારૃ જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે આઈસર ટેમ્પો વેગન આર મળી કુલ ૧૮૬૨૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની રેડ દરમ્યાન વેગનઆરના ચાલક વિનોદ વિરસિંગભાઈ બારીયા ઝડપાઈ ગયો હતો.

બુટલેગર શંકરભાઈ સમસુભાઈ ડામોર ભાગી છુટયો હતો. એવું પણ જાણવા મળ્યું હતુ. વિજિલન્સ પોલીસની રેડ દરમ્યાન પોલીસ પર લોકટોળાએ પથ્થરમારો કર્યો હતો. પણ આ બાબતે પોલીસે સમર્થન આપ્યુ નથી. પોલીસ જણાવતી હતી. કોઈજ પથ્થરમારો થયો નથી. વિજિલન્સ પોલીસે બુટલેગર શંકર ડામોર તથા વિનોદ બારીયા સામે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Post Comments