Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિક્ષીત ચાઇનાના સીમકાર્ડથી અંગત લોકોના સંપકમાં

-સુમનદિપના મનસુખ શાહનો પુત્ર દિક્ષીત પરત ફર્યો હોવાની ચર્ચા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.18 મે 2017, ગુરૂવાર

લાંચ પ્રકરણમાં પકડાયેલા સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહનો પુત્ર દિક્ષીત શાહ કે જે આ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો તે હવે છેલ્લા ૧૫ દિવસથી વડોદરા પરત ફર્યો હોવાનું અને સુમનદીપ વિદ્યાપીઠનો વહિવટ હાલમાં સંભાળી રહ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે જો કે તે માત્ર ખુબ જ નજીકના લોકોના જ સંપર્કમાં હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

કરોડોનુ ડોનેશન ઉઘરાવતી સુમનદીપ વિદ્યાપીઠના કર્તાહર્તા મનસુખને લાંચ પ્રકરણમાં ઝડપી લીધા બાદ તેમના પરિવારજનો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. જેમાં તેમનો પુત્ર દિક્ષીત ચાઇના જતો રહ્યો હોવાની ચર્ચા હતી ચીનથી દિલ્હી મુંબઇ ફર્યા બાદ છેલ્લા ૧૫ દિવસથી તે વડોદરા પરત ફર્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે સુમનદીપ વિદ્યાપીઠમાં દિક્ષીત અંગે કોઇ પણ જાતની માહીતી આપવા માટે લોકો ગભરાઇ રહ્યા છે .

 દરમિયાનમાં દિક્ષીત લોકોના સંપર્ક માટે જે સીમ કાર્ડ વાપરી રહ્યો છે તે ચાઇનાનુ હોવાનુ કહેવાય છે. તેમના કોલ ટ્રેસના થાય અને રેકોર્ડના થાય તથા લોકેશનની માહિતી ના મળે તે માટે તે ચાઇનાથી આવ્યો ત્યારે જ ત્યાનુ સીમકાર્ડ લાવ્યો હોવાનુ અને તેના જ ઉપયોગથી અંગત લોકો સાથે  સંપર્કમાં હોવાની ચર્ચા છે જો કે બાબતને કોઇ સત્તાવાર સમર્થન નથી મળી રહ્યુ.

Post Comments