Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 ઓગસ્ટ 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 13 ઓગસ્ટ 2017, રવિવાર

મેષ :
રાંધણ છઠ્ઠ - હળ ષષ્ઠી અને રવિવારના આજના દિવસે પત્ની-સંતાન-પરિવારના કામમાં ચિંતા રહે. ગુસ્સો કરવો નહીં.

વૃષભ :
રાંધણ છઠ્ઠ - હળ ષષ્ઠીનો આજનો રવિવાર વધારાના કામથી વ્યસ્તતાવાળો રહે. શ્રમ-થાક-કંટાળો છતાં કામ ઉકેલાય.

મિથુન :
પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. બહારગામના-પરદેશના કામમાં, યાત્રા પ્રવાસમાં ધર્મકાર્યમાં ખર્ચ થાય.

કર્ક :
રાંધણ છઠ્ઠ-હળષષ્ઠીનો આજનો રવિવાર યાત્રાપ્રવાસ-મીલન-મુલાકાતનો રહે. પરિવારના વધારાના કામ ઉકેલી શકાય.

સિંહ :
રોજીંદા કામમાં આપ હળવાશ-રાહત અનુભવો. સગા સંબંધી-મિત્રવર્ગના સબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય.

કન્યા :
આજે કામ કરો છતાં હૃદય-મનને શાંતિ જણાય નહીં. પરિવારના કામમાં, પત્ની-સંતાનના કામમાં તકલીફ પડે.

તુલા :
આજનો રવિવાર વધારાના કામની વ્યસ્તતાના કારણે શ્રમ-થાકનો રહે. પરંતુ કામકાજના ઉકેલથી હળવાશ-રાહત અનુભવો.

વૃશ્ચિક :
વિલંબમાં પડેલા કામમાં, અન્ય કામમાં આપે ધ્યાન આપવું પડે. પરંતુ અન્યના સહકારથી કામકાજ સરળ થતું જાય.

ધન :
પુત્ર પૌત્રાદિકના-પત્નીના સહકારથી આપને આનંદ-હળવાશ રહે. ખર્ચ-ખરીદી થાય, બહાર જવાનું થાય.

મકર :
આજના રવિવારે પરિવારના-સંતાનના કામ માટે ખર્ચ થાય, કામની વ્યસ્તતા રહે. તેમ છતાં આનંદમાં રહો.

કુંભ :
યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતમાં, તમારા અંગત કામમાં અન્યના સહકારથી આનંદ રહે. પત્ની-સંતાનનું કામ થાય.

મીન :
આનંદ ઉત્સાહથી તમારું તેમજ પરિવારનું કામકાજ કરી શકો. બીજાને મદદરૃપ થઈ શકો. ખર્ચ થાય. બહાર જવાનું થાય.

જન્મતારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ મધ્યમ રહેશે. જો કે વર્ષારંભે આપને થોડી તકલીફ-પરેશાની-ચિંતા રહેશે.

નોકરી-ધંધો :
વર્ષના પ્રારંભમાં આપની ચિંતા વધશે. નોકરી ધંધામાં ધાર્યા કામ થાય નહીં. કામમાં રૃકાવટ જણાય. પરંતુ ધીરે-ધીરે થોડી રાહત થતી જાય. તેમ છતાં આપે વધુ પડતી ઉતાવળમાં કોઈ કાર્ય કરવા નહીં.

કૌટુંબીક :
કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપની ચિંતા-પરેશાની થોડી હળવી થાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે નક્કી થાય. નવપરણિત યુગલને સંતાનપ્રાપ્તીના યોગ ઉભા થાય. કુટુંબ-પરિવારનો સાથ-સહાકર મળી રહે.

સ્વાસ્થ્ય :
સ્વાસ્થ્યની બાબતમાં આપે બેદરકારી કે ચલાવી લેવાની વૃત્તિ રાખવી નહીં. લોહીના દબાણની, હૃદયની તકલીફ જણાય તો તરત જ દાક્તરી સલાહ લઈ લેવી. શ્વાસ લેવાની તકલીફ જણાય તો બેદરકારી રાખવી નહીં.

Post Comments