Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુપ્રીમના આદેશ છતાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં CNGનો ઉપયોગ શા માટે નહીં?:PIL

- સરકારની નિષ્ક્રિયતાના કારણે મોટાં શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે: અરજદાર

- ગુજરાતમાં ૪,૨૧,૦૯૪ પૈકી ૬૫ ટકા રિક્ષાઓ જ CNG પર ચાલે છે

અમદાવાદ, તા.11 જુલાઈ 018, બુધવાર

ગુજરાતના તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોને સીએનજી(કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) આધારિત બનાવવાના આદેશનું પૂર્ણપણે અમલીકરણ ન થયું હોવાની જાહેર હિતની અરજી આજે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી. સરકાર સીએનજી વાહનોને પ્રોત્સાહન ન આપતા રાજ્યના મુખ્ય શહેરોમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યો હોવાનો આક્ષેપ રિટમાં કરાયો છે. આ અરજી સંદર્ભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આર.ટી.ઓ.(રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર) અને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટને નોટિસ પાઠવવામાં છે. જેની વધુ સુનાવણી ૧૨મી સપ્ટેમ્બરે યોજાશે

પર્યાવરણ મિત્ર નામની સંસ્થાએ રિટમાં રજૂઆત કરી છે કે સુપ્રિમ કોર્ટના વર્ષ ૧૯૯૮ના મહત્વપૂર્ણ ચુકાદા અન્વયે ગુજરાતના તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનો વર્ષ ૨૦૦૩ સુધીમાં સીએનજીમાં કન્વર્ટ કરવાના હતા. જેનો અમલ આજદિન સુધી પૂર્ણપણે થયો નથી. રાજ્યની એસ.ટી. બસો અને સિટી બસો પૈકી જૂજ બસોમાં ઇંધણ તરીકે સી.એન.જી.નો ઉપયોગ કરવામાં આવે છે બાકી ખાનગી બસો તો હજુ પણ ડીઝલ પર દોડી રહી છે. જેના કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટાં શહેરોની હવા ગંભીરપણે પ્રદૂષિત બની છે. ગુજરાતમાં નોંધાયેલી ૪,૨૧,૦૯૪ ઓટોરિક્ષાઓમાંથી ૬૫ ટકા રિક્ષાઓ જ સીએનજી પર ચાલે છે.

અમદાવાદની પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાનું ઉદાહરણ આપી અરજદારે રજૂઆત કરી હતી કે એ.એમ.ટી.એસ.ની આશરે ૧૦૫૦ બસ છે પરંતુ તે પૈકી માત્ર ૩૮૦ બસો જ સીએનજી પર ચાલે છે અને બાકીની તમામ બસો ડીઝલ પર ચાલે છે. તો બીજી તરફ બીઆરટીએસ શરૃ કરવાના મુખ્ય મુદ્દાઓ પૈકી એક મુદ્દો એવો હતો કે પ્રદૂષણ ઓછું ફેલાય તે માટે સીએનજી બસો બીઆરટીએસ બસ તરીકે દોડાવવી, પરંતુ આજે બીઆરટીએસની તમામ ૨૫૦ બસો ડીઝલ પર ચાલે છે.

સરકારની રજૂઆત હતી કે સરકાર ૧૫ વર્ષથી જૂના કોમર્શિયલ વાહનોને ફેઝ આઉટ કરવાની એટલે કે ઉપયોગમાંથી હટાવવાની વિચારણી કરી રહી છે. જેની સામે અરજદારે રજૂઆત કરી હતી લોકો ૧૫ વર્ષ જૂના વાહનો સ્ક્રેપ તરીકે આપે તે માટે પ્રોત્સાહિત કરવા માટે સરકારે પી.યુ.સી. ફંડ અને ટ્રાફિક પોલીસના ફંડમાંથી વળતર આપવું જોઈએ. જેથી તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે. જૂના થ્રી-વ્હીલરને હટાવી બીએસ-૪ સ્ટાન્ડર્ડ થ્રી-વ્હીલર વાહનોના ઉપયોગને જ મંજૂરી આપવાની માગણી અરજદાર દ્વારા કરવામાં આવી હતી.

Post Comments