Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈજનેરીમાં પ્રવેશ માટે આગામી વર્ષે JEE ગુજકેટ કે નીટિ ? વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અસ્પષ્ટ

- તૈયારી શું કરવી ? તે પૂછવા વિદ્યાર્થીઓ-વાલીઓ રોજ પ્રવેશ સમિતિના ધક્કા ખાય છે : કોચિંગ કલાસવાળા ગેર

અમદાવાદ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

ઈજનેરીમાં પ્રવેશ માટે રાજ્ય સરકારે જેઈઈને બદલે ગત વર્ષથી ગુજકેટ લાગુ કરી દીધી છે અને બીજી બાજુ કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્તરે ઈજનેરી પ્રવેશ માટેની એક જ કોમન ટેસ્ટ નિટી (નેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન ફોર ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ) લાવવાની યોજના બનાવી રહી છે આવી સ્થિતિમાં હવે આગામી વર્ષે જેઈઈ લાગુ રહેશે કે ગુજકેટ કે પછી નીટિ લાગુ પડશે અને કઈ પરીક્ષાના આધારે ઈજનેરીમાં પ્રવેશ મળશે તેને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ મુંઝવણમાં છે.

ઉચ્ચ શિક્ષણને લઈને હંમેશાથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આગોતરા આયોજનને લઈને બેદરરકાર રહી છે અને જેનો ભોગ હંમેશાથી વાલીઓ-વિદ્યાર્થીઓ બને છે.ધો.૧૨ સાયન્સ પછી ઈજનેરી કે મેડિકલ જેવા મહત્વના પ્રોફેશનલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રાજ્ય સરકારે બે વર્ષ પહેલાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માલુમ થાય તે રીતે કોઈ જાહેરાત કરી નથી.મેડિકલમાં પહેલા ગુજકેટ હતી અને તેના બદલે ગત વર્ષથી નીટ ફરજીયાત કરી દેવાઈ છે જ્યારે બીજી બાજુ ગુજકેટ ગત વર્ષથી ઈજનેરીમાં લાગુ કરી દેવાઈ છે.

જેઈઈના સ્થાને ગુજકેટના આધારે ઈજનેરીમાં પ્રવેશ આપવાનુ પણ રાજ્ય સરકારે એકાએક જાહેર કરતા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાની તૈયારી વચ્ચે અધવચ્ચે સ્ટેટ લેવલની ગુજેકટની તૈયારી કરવી પડી હતી.મેડિકલમાં પ્રવેશ માટે નીટ લાગુ કરવી ફરજીયાત હતી અને છેલ્લા પાંચ-૬ વર્ષથી તૈયારી ચાલી રહી હતી અને સુપ્રિમે પણ આદેશ કર્યો હતો તેમ છતાં સરકારે વિદ્યાર્થીઓને નીટ માટે તૈયાર ન કર્યા અને કોઈ જાહેરાત ન કરતા અચાનક ગત વર્ષે નીટ આવી જતા ગુજરાતના ગુજરાતી માધ્મયના હજારો વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા હતા.નીટ બાબતે ે એક કોમન પરીક્ષાની સ્પષ્ટતા થયા બાદહવે ઈજનેરીની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ-વાલીઓ મોટી મૂંઝવણમાં છે.

કેન્દ્ર સરકારે મેડિકલ પ્રવેશ માટેની નીટની જેમ ઈજનેરી પ્રવેશ માટે નીટિ લાગુ કરવાની યોજના બનાવી છે અને જે ૨૦૧૮થી જ લાગુ કરી દેવાનુ આયોજન હતુ પરંતુ કેટલાક રાજ્યોએ વિરોધ કરતા હવે ૨૦૧૯થી લાગુ થાય તેવી શક્યતા છે.પરંતુ આ વર્ષે ધો.૧૧ સાયન્સમાં આવનારા અને ધો.૧૨ સાયન્સમાં આવનારા વિદ્યાર્થીઓને જેઈઈ મેઈનની તૈયારી કરવી કે રાજ્યની સરકારની ટેસ્ટ ગુજકેટની તૈયાર કરવી કે પછી નીટીની તૈયાર કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા ન મળતા તેઓ મુંઝાયા છે.

બીજી બાજુ કોચિંગ ક્લાસીસો જેઈઈ મેઈન અને નીટી આધારીત તૈયારી કરાવી રહ્યા છે અને વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.હાલ સરકારની ટેકનિકલ કોર્સીસ માટેની પ્રવેશ સમિતિ એસીપીસીમાં રોજ અનેક વિદ્યાર્થીઓ-વાલીઓ પુછપરછ માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ એસીપીસીના અધિકારીઓ પણ રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા ન કરતા કંઈ જ જવાબ આપી શકતા નથી.

Post Comments