Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેમનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા પાંચ શખ્સો ૨.૮૮ લાખની માલમતા સાથે ઝડપાયા

- એલિસબ્રિજમાં હોટેલમાં આઈપીએલની ક્રેકટ મેચ પર સટ્ટો લેતો શખ્સ ઝડપાયો

અમદાવાદ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

હાલમાં ચાલતી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાના બે બનાવમાં મેમનગરમાં પોલીસે સટ્ટો લેતા પાંચ શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી ૨.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એલિસબ્રિજની એક હોટેલમાં સટ્ટો લેતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

મેમનગરમાં શાંતિનિકેતન કોમ્પ્લેક્ષમાં વોન્ટેડ ફેશન હબ નામની દુકાનમાં કેટલાક શખ્સો બોબડી કાર્ડ મારફતે વીવો આઈપીએલની રોયલ ચેલેન્જ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહ્યા હતા. માહિતીને આધારે ઘાટલોડીયા પોલીસે ૧૫ એપ્રિલના રોજ સાંજે અહીં દરોડો પાડયો હતો.

અહીંથી પોલીસે રોકડ રકમ, ૮ મોબાઈલ, ૩ લેપટોપ, ટીવી અને વાહનો વગેરે મળીને રૃ. ૨,૮૮,૫૬૦ ની માલમતા કબજે કરી હતી. પોલીસે આ કેસમાં નિતીન સરગરા, સ્વપ્નીલ પટેલ, કિશન મેણીયા, કાંતી પટેલ અને દુકાનદાર જીગ્નેશ પટેલની ધરપકડ કરી હતી. અન્ય બનાવમાં એલિસબ્રિજમાં નગરી હોસ્પિટલ નજીક અરબન હોટેલના એક રૃમમાં આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાતો હોવાની માહિતી પોલીસને મળી હતી.

જેને આધારે એલિસબ્રિજ પોલીસે ૧૫ એપ્રિલના રોજ આ રૃમ પર દરોડો પાડીને સટ્ટો લેતા સુરેશ રામસ્વરૃપ યાદવની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે ૪ મોબાઈલ, સેટઅપ બોક્સ, ટીવી, લેપટોપ અને રૃ.૨૫,૦૦૦ રોકડા મળીને રૃ. ૧,૨૮,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં આરોપીએ રાજસ્થાનના પવન જૈન અને શિવાજી નામના શખ્સ પાસેથી બોબડી કાર્ડની મદદથી સટ્ટો લેતો હોવાનું જણાવ્યું હતું.

Post Comments