Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર જૂથ અથડામણમાં મોહન ઝાના વડપણ હેઠળ સીટ રચાઇ

-ઓબીસી એકતા મંચે DGને આવેદનપત્ર આપ્યું

-મૃતક ભરવાડના પરિવારજનોને પોલીસરક્ષણ અપાયું

અમદાવાદ,તા.17 જુલાઇ 2017, સોમવાર

હળવદમાં ભરવાડ અને દરબારો વચ્ચે થયેલી જૂથ અથડામણના મામલે ઓબીસી એકતા મંચના કાર્યકરોએ રાજ્ય પોલીસ વડાને આવેદનપત્ર સુપરત કરીને ઉગ્ર રજૂઆત કરી હતી જે સ્વિકારી ડીજીએ સમગ્ર પ્રકરણની તપાસ માટે એડિશનલ ડીજી મોહન ઝાના વડપણ હેઠળ સીટની રચના કરી છે. આ ઉપરાંત જીલ્લા પોલીસ વડા-મોરબી સામે ઇન્કવાયરી કરવા આદેશ કરાયો છે.

હળવદ-ધ્રાંગધ્રા જૂથ અથડામણમાં સમગ્ર વિસ્તારમાં શાંતિ થાળે પાડવા પ્રયાસો કર્યાં છે. આ જૂથ અથડામણમાં ઘાયલ ખેતાભાઇ ભરવાડનું પણ અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું જેના પગલે માહોલ ગરમાયો છે.અમદાવાદમાં રવિવારે મોડી સાંજે એસસી હાઇવે ભરવાડ સમાજે ન્યાયની માંગ સાથે રેલી યોજી હતી. આજ ઓબીસી એકતા મંચના પ્રદેશ ઉપપ્રમુખ મુકેશ ભરવાડ સહિતના પ્રતિનીધીમંડળે રાજ્ય પોલીસ વડા ગીથા જોહરીને મળીને સમગ્ર પ્રકરણમાં સીબીઆઇની તપાસ ,મોરબી ડીએસપીને કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ડીજીએ તમામ માંગણીઓ સ્વિકારી મોહન ઝાના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. આ ઉપરાંત મોરબી ડીએસપી સામે ઇન્કવાયરીના આદેશ આપ્યા હતાં. સ્થાનિક પીએસઆઇ સહિત પોલીસ કર્મીઓ સામે પણ ખાતાકીય પગલાંનો આદેશ કરાયો છે. મૃતક ભરવાડના પરિવારજનોને પોલીસરક્ષણ અપાયુ છે. પોલીસ ફરિયાદમાં ૧૨૦-બી કલમ ઉમેરાઇને તપાસ હાથ ધરવામાં આવી છે. આમ, રાજય પોલીસવડાના આદેશના પગલે તપાસનો ધમધમાટ શરૃ થયો છે.

Post Comments