દેશભરમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે ઉમેદવારોએ અત્યારથી જ મતદારોને આકર્ષવાનું શરૂ કરી દીધું છે.
આસામનું એક ગામ પણ લોકસભા ચૂંટણીના કારણે ચર્ચામાં છે કારણ કે, આ આખું ગામ એક જ ઉમેદવારને મત આપે છે.
આસામના તેજપુર મતવિસ્તારના નેપાળી પામ ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે, તેનું કારણ અહીંનો એક પરિવાર છે.
જી હા, અહીં વિશ્વનો સૌથી મોટો પરિવાર રહે છે. આ એક જ પરિવારમાં 1200 મતદાર છે અને આ ગામમાં એકમાત્ર આ જ પરિવાર વસે છે.
રણ બહાદુર થાપાના આ પરિવારમાં લગભગ 2500 સભ્યો છે, જેમનું વર્ષ 1997માં અવસાન થયું હતું.
રણ બહાદુર થાપાને પાંચ પત્ની હતી, જેમના થકી તેમને 12 પુત્ર અને 10 પુત્રી હતી. તેમના 65 પૌત્ર-પૌત્રી અને 70 પ્રપૌત્ર છે.
આ પરિવારના સભ્યોના કારણે હાલ ગામમાં 300 પરિવાર છે, જે બધા જ પરિવારના વડાએ પસંદ કરેલા ઉમેદવારને જ મત આપે છે.