દુનિયાનું સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ મોસિનરામ ભારતના મેઘાલયમાં આવેલું છે.
મોસિનરામ અને ચેરાપુંજી જેવા સ્થળો પર વાતાવરણ હંમેશા ભેજવાળું રહે છે.
મોસિનરામના લોકોનું ખાન-પાન, પહેરવેશ અને રહેણીકરણી અન્ય લોકોથી સાવ અલગ છે.
સતત વરસાદ પડવાના કારણે મોસિનરામમાં ખેતી કરવી શક્ય નથી, એટલે અહીંના લોકોનો તમામ સામાન બીજા શહેરોમાંથી આવે છે.
અહીંના લોકો સામાનને સૂકવીને વાપરે છે અથવા તો વેચે છે, અહીંના લોકો વાંસની છત્રીઓ રાખે છે, જેને કનૂપ કહેવાય છે.
અહીંના લોકો જ્યારે બહાર નીકળે ત્યારે કપડા પર પ્લાસ્ટિક પહેરીને નીકળે છે.
મોસિનરામમાં માત્ર વરસાદ નથી પડતો, આ જગ્યા તેના અદભુત પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી છે.
મોસિનરામ પહાડોમાં વસેલી જગ્યા છે, ઉપરાંત અહીં બંગાળની ખાડી પરથી આવનારા પવનના કારણે વાદળો વધુ બંધાય છે.
વિશ્વનો સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં અહીં પાણીની તંગી છે, કારણ કે અહીંની જમીન વધુ પાણી શોષી નથી શકતી.