NIRF રેન્કિંગ 2023 અનુસાર આપણા દેશની ટોચની 10 યુનિવર્સિટી.
1. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલુરુ: એન્જિનિયરિંગ, સાયન્સ, ડિઝાઇન, રિસર્ચ અને ટેકનોલોજીના કોર્સ અહીં કરી શકાય છે.
2. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હી: JNUમાં સોશિયલ સાયન્સ, હ્યુમિનિટીઝ, અને રિસર્ચ માટે આ યુનિવર્સિટી જાણીતી છે.
3. જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી: 44 વિભાગો અને 30 કેન્દ્રો ધરાવતી આ યુનિવર્સીટી વિવિધ શૈક્ષણિક અને રિસર્ચ પ્રોગ્રામ ચલાવે છે.
4. જાદવપુર યુનિવર્સિટી, કોલકાતા: એન્જિનિયરિંગ, આર્ટસ, સાયન્સ અને સોશિયલ સાયન્સ માટે વિવિધ શાખાઓમાં વિવિધ પ્રોગ્રામ ચાલે છે.
5. બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી: સાયન્સ, હ્યુમિનિટીઝ, સોશિયલ સાયન્સ, એન્જિનિયરિંગ, બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ વગેરે જેવી શાખાઓમાં UG અને PG અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
6. મણિપાલ એકેડમી ઑફ હાયર એજ્યુકેશન, કર્ણાટક: આ ડીમ્ડ યુનિવર્સિટીમાં મેડિસિન, એન્જિનિયરિંગ, હ્યુમિનિટીઝ, મેનેજમેન્ટ, આર્ટસ, સાયન્સ અને કોમર્સ સહિતના કોર્સ અહીં કરી શકાય છે.
7. અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, તમિલનાડુ: ત્રણ અલગ રાજ્યોમાં પાંચ કેમ્પસ સાથે 120 થી વધુ અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડોક્ટરલ કોર્સ થાય છે.
8. વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, તમિલનાડુ: દેશમાં ભોપાલ, ચેન્નાઈ અને અમરાવતીમાં તેમજ દુબઈ અને મલેશિયામાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સીટીમાં UG, PG અને ડોક્ટરલ પ્રોગ્રામ ચાલે છે.
9. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ: તે વિવિધ શાખાઓમાં UG, PG અને ડોક્ટરલ પ્રોગ્રામની ચાલે છે.
10. હૈદરાબાદ યુનિવર્સિટી, તેલંગાણા: પબ્લિક સેન્ટ્રલ રિસર્ચ યુનિવર્સીટી UG અને ડોક્ટરલ પ્રોગ્રામ માટે જાણીતી છે.