ઉત્તરાખંડના પહાડોની વચ્ચે રૂપકુંડ નામનું તળાવ આવેલું છે, જે હાડપિંજરોના તળાવ તરીકે જાણીતું છે.

વર્ષ 1942માં ભારતીય વન વિભાગના એક અધિકારીએ અહીથી હાડપિંજરો શોધ્યા હતા.

કેટલાકનું માનવું હતું કે આ નરકંકાલ એ જાપાની સૈનિકોના હતા જે બીજા વિશ્વયુદ્ધ વખતે અહીંથી પસાર થયા હતા.

કેટલાકનું કહેવું હતું કે આ કાશ્મીરના જનરલ જોરાવર સિંહ અને એમના સાથીઓના છે.

વાયકા હતી કે તેઓ 1841માં તિબેટમાં યુદ્ધ કરીને પાછા ફરી રહ્યાં હતાં પણ ખરાબ વાતાવરણના લીધે મોતને ભેટ્યા.

જો કે સંશોધનોમાં સામે આવ્યું કે આ હાડપિંજર 12થી 13મી સદીના છે.

આ લોકો અહીંયા થયેલી ભારે હિમવર્ષાના કારણે મૃત્યુ પામ્યા હતા.

આ 200 હાડપિંજર નવમી સદીના આદિવાસીઓના છે, જે બરફના તોફાનના લીધે મરી ગયા હતા.

સંશોધકો કહે છે કે આ લોકો હથિયારના લીધે નહીં પરંતુ ત્યાં આવેલા તોફાનને લીધે મર્યા છે.

ખોપડીઓમાં થયેલાં ફ્રેક્ચરને લઈને જાણવા મળ્યું કે તેમના માથા પર ક્રિકેટના દડાની સાઈઝના બરફના કરા પડ્યા હશે.

More Web Stories