મોનસૂન સિઝનમાં મહારાષ્ટ્રમાં પંચગીની અને લોનાવાલા સિવાય પણ આ જગ્યા મુલાકાત લેવા માટે છે ખાસ.
કોલાડ: પિકનિક અને કેમ્પિંગ માટે મુંબઈની નજીક આવેલી આ જગ્યા ખૂબ જ ખાસ છે. જેની નજીક તમે તામહિની ઘાટ ધોધ, ભીરા ડેમ, ઘોસાલા કિલ્લો, સુતારવાડી તળાવ જેવી જગ્યા પણ એક્સપ્લોર કરી શકો છો.
ઇગતપુરી: મહારાષ્ટ્રના સૌથી સુંદર સ્થળોમાંનું એક, ઇગતપુરી એ વરસાદની મોસમમાં પુણે નજીક ફરવા માટેના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે.
કર્નાલા: જશન ફાર્મ્સ, કર્નાલા પક્ષી અભયારણ્ય, કર્નાલા કિલ્લો, શિવ મંદિર, ભવાની મંદિર જેવી જગ્યાઓની મુલાકાત લેવા માટે રાયગઢ જિલ્લામાં આવેલું આ સ્થળ ચોમાસામાં એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે.
લોહાગઢ: વિસાપુર કિલ્લો, પવન તળાવ, બહજા ગુફાઓ જેવા સમૃદ્ધ ભારતીય ઇતિહાસ અને સ્થાપત્યની મુલાકાત લેવા માટે આ સિઝનમાં લોહાગઢનું સોંદર્ય ખીલી ઉઠે છે.
કલસુબાઈ: ફોટોગ્રાફી, હાઇકિંગ, ટ્રેકિંગ, રોક ક્લાઇમ્બિંગમાં આ સ્થળ સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. ચોમાસામાં હરિયાળો બની જતો આ પ્રદેશ ટ્રેકર્સ માટે એક સ્વપ્ન સ્થળ છે.
માથેરન: આ ભારતના સૌથી ઇકો-ફ્રેન્ડલી શહેરોમાંનું એક છે. તેમજ નજીકમાં લુઈસા પોઈન્ટ, શાર્લોટ લેક, પેનોરમા પોઈન્ટ, પોર્ક્યુપાઈન પોઈન્ટ, ઈર્શાલગઢ ફોર્ટ જેવા ફરવાલાયક સ્થળો પણ આવેલા છે.
ભીમાશંકર: ગુપ્ત ભીમાશંકર, હનુમાન તળાવ, ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર, ભીમાશંકર વન્યજીવ અભયારણ્ય, આહુપે ધોધની મુલાકાત લેવા માટે ચોમાસાના સમય બેસ્ટ છે.